કોલકત્તાઃ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અસંતુષ્ટ સાસંદ શિશિર અધિકારી ઘણા સપ્તાહથી ચાલતી અટકળોને વિરામ આપતા રવિવારે ભાજપમાં સામેલ થઈ ગયા છે. અમિત શાહની રેલીમાં શિશિર અધિકારીએ 'ભારત માતાની જય અને જય શ્રી રામ' ના નારા લગાવતા ભાજપના થઈ ગયા છે. આ પહેલા તેમના બન્ને પુત્રો શુભેંદુ અને સૌમેંદુ ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તકે શિશિરે કહ્યુ કે, તેમણે તૃણમૂલમાં જગ્યા બનાવવા માટે કઠિન પરિશ્રમ કર્યો પરંતુ તેમને અને તેમના પુત્રોની સાથે જેવો વ્યવહાર કરવામાં આવ્યો તેથી પાર્ટી બદલવા માટે મજબૂર થવું પડ્યું છે. 


મોદી અને શાહની સાથે કામ કરીશું
શિશિર અધિકારીએ કહ્યું, (તૃણમૂલથી) જે પ્રકારે અમારા પરિવારને કાઢવામાં આવ્યો તે હંમેશા ઈતિહાસમાં નોંધાયેલું રહેશે. અમે બંગાળમાં રાજકીય હુમલા અને અત્યાચાર વિરુદ્ધ ઉભા રહીશું. અમે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સાથે કામ કરીશું. 


આ પણ વાંચોઃ કોંગ્રેસ એટલે બોમ્બ, બંદૂક, બ્લોકેડની ગેરંટી- PM મોદી 


શિશિરે કહ્યુ, તેઓ મિદનાપુરથી સન્માન બચાવવા માટે મમતા બેનર્જીની પાર્ટીને આકરી ટક્કર આપશે. તેમણે પાર્ટી છોડવા માટે મજબૂર થવું પડ્યુ, કારણ કે સત્તાધારી પાર્ટીના નેતાઓએ તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ છોડ્યા નહીં. 


હું જે કરી શકીશ, તે કરીશ
આ નિવેદન પહેલા પણ શિશિર અધિકારી ટીએમસી પર પોતાનું અપમાન કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. તેમણે સંવાદદાતાઓને કહ્યુ, તેમણે (ટીએમસી નેતાઓઓ) મને ભાજપમાં સામેલ થવા માટે મજબૂર કર્યો. તેમણે જે કરવાનું છે તે કરે અને હું જે કરી શકુ, તે કરીશ.


આ પણ વાંચોઃ પત્ર વિવાદ પર શરદ પવારનું મોટું નિવેદન, જાણો ગૃહમંત્રીના રાજીનામા મુદ્દે શું કહ્યું? 


બીજા પુત્ર દિબ્યેંશુ પણ હશે ભાજપમાં સામેલ!
અધિકારી પરિવારનો બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સારો રાજકીય દબદબો છે. શિશિર અધિકારીએ દાવો કર્યો કે શુભેંદુ અધિકારી નંદીગ્રામ સીટ પર મોટા અંતરથી જીત મેળવશે. તો ભાજપના સૂત્રોએ જણાવ્યુ કે, શિશિરના અન્ય એક પુત્ર દિબ્યેંદુ પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. દિબ્યેંદુ અધિકારી તામલુકથી ટીએમસી સાંસદ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube