ફૈઝાબાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માંગને લઇ આમરણ ઉપવાસ પર બેઠા તપસ્વી છાવણીના મહંત સ્વામી પરમહંસ દાસને પોલીસે જબરદસ્તી હટાવી દીધા છે. આ સાથે તેમના ઉપવાસ પણ પૂરા થઇ ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તરફથી મંત્રી સતીશ મહાન સ્વામી પરમહંસને મળવા પહોંચ્યા હતા. તેમણે તેમને ઉપવાસ પુરા કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે, તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ પોલીસ કાર્યવાહીમાં આવી અને સ્વામી સ્વામી પરમહંસને ઉપવાસ સ્થળથી ઉભા કરી દેવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લા તંત્રનું કહેવું છે કે 7માં દિવસે સ્વામી પરમહંસ દાસની સ્વાસ્થ્ય ખરાબ થઇ રહી છે. આ કારણે સ્વામી પરમહંસ દાસને સારવાર માટે લખનઉ હાયર સેન્ટર પીજીઆઇ મોકલવામાં આવ્યા છે. ત્યારે ઉપવાસ સ્થળ પર રોષે ભરાયેલા સમર્થકોએ ભારે વિરોધ કરી રહ્યાં છે. સમર્થકોએ પોલીસ તંત્ર પર બાબા સ્વામી પરમહંસ દાસની સાથે કોઇ દૂર્ઘટનાની આશંકા વિશે જણાવી રહ્યાં છે. ત્યારે આંતરરાષ્ટ્રી હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ પણ અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે.



રામ મંદિરના મામલે તોગડીયાએ મોદી, ભાગવત પર કર્યા પ્રહાર
વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર અયોધ્યાના રામ મંદરિ બનાવવાના વચન પૂરા નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. તોગડિયાએ ભાગવતની ટીકા કરતા કહ્યું હતું કે, ‘હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે અહીંયા મુસ્લિમો માટે સ્થાન નથી.’ ભાગવત આ વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ દિવસીય વ્યાખ્યાન દરમિયાન આ નિવેદન આપ્યું હતું.


ભાગવતે કહ્યું હતું કે, ‘હિંદુ રાષ્ટ્રનો આ અર્થ નથી કે મુસ્લિમો માટે કોઇ સ્થાન નથી. જે દિવસે આવું કહેવામાં આવશે, હિંદુત્વનો કોઇ અર્થ રહેશ નહીં. હિંદુત્વમાં વસુધૈવ કુટુમ્બકમની વાત કરવામાં આવે છે.’


તોગડિયાએ રવિવારે અહીંયા એક પત્રકાર પરિસદમાં કહ્યું હતું કે, ‘હું પૂછવા માંગું છું કે શું ગાય હત્યારા, લવ જિહાદીઓ, કાશ્મીરમાં પથ્થર મારનારાઓ અને પાકિસ્તાનનો ઝંડો લહેરાવનારા વગર હિંદુત્વ બચશે નહીં.’


તોગડિયાએ કહ્યું કે, ‘અમે 52 વર્ષ પહેલા આરએસએસમાં આ જાણીને શામેલ થયા હતા કે આ હિંદુ સંગઠન છે. પરંતુ હવે અમને અહેસાસ થયા છે કે આ માત્ર મુસ્લિમ સમુદાયના હિતો માટે ચિંતા કરે છે.’ વીએચપીના પૂર્વ નેતાએ આરોપ લગાવ્યો હતો કે આરએસએસ અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં રસ દાખવતું નથી.


તેમણે કહ્યું હતું કે મંદિર બનાવવાની માંગ કરવાની જગ્યાએ આરએસએસ પ્રમુખે પ્રધાનમંત્રીને ‘આદેશ’ આપવો જોઇએ કે સરકાર સંસદમાં કાયદો બનાવી રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ કરે.


તોગડિયાએ કહ્યું હતું કે, ‘જ્યારે એસસી/એસટી કાયદાની વાત આવે છે તો મોદી કહે છે કે આ મામલા કોર્ટ નહીં સંસદ નિર્ણય લેશે. પરંતુ જ્યારે રામ મંદિર બનાવવાની વાત આવે છે ત્યારે મોદી પાછળ ખસી જાય છે અને કહે છે કે આ મુદ્દા પર સંસદ નહીં કોર્ટ નિર્ણય કરશે.’