નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. પરંતુ બ્લેક ફંગસની બીમારી મોટું જોખમ બનીને સામે આવી છે. સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આ બધા વચ્ચે યોગગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે તેઓ જલદી બ્લેક ફંગસની દવા સામે લાવવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'એક અઠવાડિયાની અંદર આવી જશે ફંગસનો આયુર્વેદિક ઈલાજ'
એક કાર્યક્રમમાં સ્વામી રામદેવે (Swami Ramdev) કહ્યું કે 'એક અઠવાડિયાની અંદર બ્લેક ફંગસ, યલ્લો ફંગસ, અને વ્હાઈટ ફંગસનો આયુર્વેદિક ઈલાજ લઈને આવવાનો છું. તે અંગે કામ પૂરું થઈ ગયું છે અને પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે. અમે હાલ ફંગસની દવા બનાવી રહ્યા છે.'


કેવી રીતે શરૂ થયો બાબા રામદેવ-IMA વિવાદ
બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) વચ્ચે વિવાદ એક નિવેદનને લઈને શરૂ થયો હતો. બાબા રામદેવે મોડર્ન એલોપેથીને સ્યુપિડ અને દેવાળિયું સાયન્સ ગણાવ્યું હતું. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અપીલ પર તેમણે પોતાનું નિવેદન  પાછું ખેંચ્યું હતું. 


Covid-19 Updates: દેશમાં 36 દિવસ બાદ આ મામલે મળી રાહત, 24 કલાકમાં 1.27 લાખ નવા કેસ


બાબા રામદેવે IMA ને પૂછ્યા 25 સવાલ
નિવેદન પાછું ખેચ્યા બાદ સ્વામી રામદેવે આઈએમએ અને ફાર્મા કંપનીઓને 25 સવાલ પૂછ્યા. બાબા રામદેવે બીપી, ટાઈપ-1, ટાઈપ-2 ડાયાબિટિસ, થાઈરોઈડ જેવી અનેક બીમારીઓ વિશે સવાલ પૂછ્યા કે શું તેમની પાસે તેનો કાયમી ઈલાજ છે. બાબા રામદેવે પૂછ્યું કે એલોપેથી પાસે ફેટી લીવર, લીવર સીરોસીસ, હેપેટાઈટિસને ક્યોર કરવા માટે મેડિસિન છે?


Video: બાળકીએ PM ને કરી ફરિયાદ- મોદીસાહેબ, બાળકો પર આટલો બધો કામનો બોજો કેમ?, LG એ તાબડતોબ લીધું એક્શન


હું એલોપેથી અને ડોક્ટરોની વિરુદ્ધમાં નથી-રામદેવ
IMA સાથે વિવાદ પર બાબા રામદેવે કહ્યું કે 'હું ન તો એલોપેથીની વિરુદ્ધમાં છું કે ન તો ડોક્ટરોની વિરુદ્ધમાં કે આઈએસએના વિરુદ્ધમાં હોવાનો કોઈ પ્રશ્ન નથી.' ઠીક છે, તેમણે પોતાનું રાજકારણ ચલાવવાનું છે, અને ડોક્ટરોની વચ્ચે પોતાની નેતાગીરી કરવાની છે તો તેમની સાથે લડાઉનો કોઈ પ્રશ્ન નથી. તેમણે કહ્યું કે 'મારી અસલ લડત ડ્રગ માફિયા વિરુદ્ધ છે. જે 2 રૂપિયાની દવાને 2000 રૂપિયામાં અને ક્યારેક ક્યારેક તો 10-10 હજારમાં વેચે છે. આ ઉપરાંત બિનજરૂરી ઓપરેશન કરે છે અને બિનજરૂરી ટેસ્ટ કરાવે છે.' 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube