Swami Vivekananda Jayanti 2023: કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ, વાંચો સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો
National Youth Day 2023: દર વર્ષે 12 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદની જયંતિના અવસર પર 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં આ વર્ષના રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
નવી દિલ્હીઃ Swami Vivekananda Jayanti 2023, National Youth Day: દર વર્ષે 12 જાન્યુઆરીનો દિવસ દેશમાં સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના ઓજસ્વી વિચાર દરેક વર્ગ, જાતિ અને ધર્મના લોકોને પ્રેરિત કરે છે. નિરાશાથી ભરેલા જીવનમાં ઉર્જા ભરી દેનારા તેમના વિચારોને કારણે સ્વામી જીના જન્મદિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day 2023) તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના વિચારો હંમેશા યુવાઓને પ્રેરિત કરે છે, તેથી 1985માં ભારત સરકારે સ્વામીજીના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.
ભારત સરકાર દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસને મોટા સ્તરે ઉજવે છે. આ વખતે કેન્દ્રીય યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય દ્વારા કર્ણાટક સરકારના સહયોગથી 12થી 16 જાન્યુઆરી સુધી કર્ણાટકના હુબલી-ધારવાડમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદની જયંતિના અવસર પર 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં આ વર્ષના રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષે યુવા દિવસની થીમ 'વિકસિત યુવા વિકસિત ભારત' છે. દેશભરમાં મહોત્સવના સમયગાળા દરમિયાન યુવાઓની ભાગીદારીની સાથે મોટી સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો
1. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1893ના કોલકત્તાના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. સ્વામી વિવેકાનંદના પિતા વિશ્વનાથ દત્ત કોલકત્તા હાઈકોર્ટના વકીલ હતા, જ્યારે માતા ભુવનેશ્વરી દેવી ધાર્મિક વિચારોવાળા મહિલા હતી.
2. સ્વામી વિવેકાનંદને બાળપણથી અભ્યાસ અને અધ્યયનમાં રસ હતો. 1871માં 8 વર્ષની ઉંમરમાં સ્કૂલ ગયા બાદ 1879માં તેમણે પ્રેસીડેન્સી કોલેજની પ્રવેશ પ્રરીક્ષામાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું.
3. સ્વામી રામકૃષ્ણ પરમહંસથી પ્રેરિત થઈને માત્ર 25 વર્ષની ઉંમરમાં બધુ છોડીને નરેન્દ્રનાથ દત્ત સંન્યાસી બની ગયા હતા અને બાદમાં તેમનું નામ સ્વામી વિવેકાનંદ પડ્યું હતું.
4. વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ 1881માં કોલકત્તાના દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં પ્રથમવાર મળ્યા.
5. રામકૃષ્ણ પરમહંસને મળવા પર સ્વામી વિવેકાનંદે તેમને સવાલ કર્યો કે શું તમે ભગવાનને જોયા છે? ત્યારે પરમહંસે જવાબ આપ્યો કે હા મેં જોયા છે, હું ભગવાનને એટલા સ્પષ્ટ જોઈ રહ્યો છું, જેટલા તમને જોઈ શકુ છું. ફર્ક માર્ત એટલો છે કે હું તેમને તમારાથી વધુ ઉંડાણથી અનુભવી શકુ છું.
6. 1983માં શિકાગોમાં થયેલા વિશ્વ ધર્મ સંમેલનમાં જ્યારે સ્વામી વિવેકાનંદે પોતાનું ભાષણ- અમેરિકાના ભાઈઓ અને બહેનોના સંબોધનથી શરૂ થયું તો બે મિનિટ સુધી આર્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ શિકાગો તાળીઓથી ગુંજી રહ્યું. તે દિવસથી ભારત અને ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં ઓળખ મળી.
7. સ્વામી વિવેકાનંદે 1 મે 1897માં કોલકત્તામાં રામકૃષ્ણ મિશન અને 9 ડિસેમ્બર 1898ના ગંગા નદીના કિનારે બેલૂરમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી.
8. સ્વામી વિવેકાનંદે શિકાગો ભાષણ પહેલા અને બાદમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો વિસ્તાર દુનિયાભરમાં કર્યો.
9. સ્વામી વિવેકાનંદને દમ અને શુગરની બીમારી હતી, જેના કારણે તેમણે 39 વર્ષની નાની ઉંમરે દુનિયા છોડી દીધી. પરંતુ તેમણે સાબિત કરી દીધુ કે યુવાવસ્થા કેટલી મહત્વપૂર્ણ હોય છે અને તેમાં શું-શું કરી શકાય છે.
10. સ્વામી વિવેકાનંદના અંતિમ સંસ્કાર બેલૂરમાં ગંગા કિનારે કરવામાં આવ્યા. આ ગંગા કિનારાની બીજી તરફ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અંતિમ સંસ્કાર થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube