Special Marriage Act: અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગુરુવારે અચાનક જ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના લગ્નની જાહેરાત કરી. તેને સમાજવાદી પાર્ટીની યુવા શાખાના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ ફહદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરા ભાસ્કર અને ફહદે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અંતર્ગત લગ્ન કર્યા છે.  લગ્ન પછી સ્વરા ભાસ્કરે આ એક્ટના વખાણ કરતું એક ટ્વીટ પણ કર્યું હતું. તેણે લખ્યું હતું કે સ્પેશિયલ મેરેજ એક્ટ માટે થ્રી ચીયર્સ, આ છે અને પ્રેમની તક આપે છે, પ્રેમને અધિકાર આપે છે અને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ ? 


આ પણ વાંચો:


તારક મેહતા શોના ચાહકો માટે Run Jetha Run ગેમ લોન્ચ, દયાબેન સાથે જેઠાલાલ કરશે મુકાબલો


Malaika Arora: એક દમ ટાઈટ યોગા ડ્રેસ પહેરીને મલાઈકા અરોરાએ ના દેખાડવાનું બધુ દેખાડયુ



સ્પેશિયલ મેરેજ એક્ટને 9 ઓક્ટોબર 1954 ના રોજ સંસદ દ્વારા પારિત કરવામાં આવ્યો હતો. તે નાગરિક લગ્ન વિશે છે જ્યાં ધર્મને બદલે રાજ્ય લગ્નને મંજૂરી આપે છે. લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા જેવા અંગત કાયદાના મુદ્દાઓ ધાર્મિક કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે જે કોડીફાઇડ છે. આ કાયદાઓ જેમ કે મુસ્લિમ મેરેજ એક્ટ, 1954 અને હિંદુ મેરેજ એક્ટ, 1955 જેમાં લગ્ન પહેલાં પતિ-પત્નીએ અન્ય ધર્મમાં પરિવર્તિત થવું જરૂરી છે. જો કે આ એક્ટ અંતર્ગત આંતર-ધાર્મિક યુગલો વચ્ચે તેમની ધાર્મિક ઓળખ છોડ્યા વિના અથવા ધર્મ પરિવર્તન કર્યા વિના લગ્ન કરે છે.


આ એક્ટ હેઠળ કોણ કરી શકે છે લગ્ન ? 


સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત દેશભરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને બૌદ્ધ સહિતના ધર્મોના લોકો લગ્ન કરી શકે છે. 


શું છે જરૂરી શરતો ? 


સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કેટલીક શરતો પૂરી થવી પણ જરૂરી છે. જેમ કે લગ્ન કરનાર યુવક અને યુવતી પહેલાથી જ પરિણીત ન હોવા જોઈએ. અથવા તો કોઈ પણ પક્ષનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ. યુવકની ઉંમર 21 વર્ષથી વધુ અને યુવતી ની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. બંને પક્ષ જે લગ્ન કરવાનો નિર્ણય કરે છે તેમની વચ્ચે પારિવારિક સંબંધ ન હોવો જોઈએ. સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્નને કોઈ જ જાતના સંસ્કાર કે ઔપચારિકતા ની જરૂર નથી તેને એક નાગરિક અનુબંધ તરીકે માન્યતા આપવામાં આવે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ લગ્નને નોંધણી માટે એક વિશેષ રૂપ પ્રદાન કરે છે જે કાયદાકીય માન્યતા માટે જરૂરી છે. 


આ પણ વાંચો:


ફૂટપાથ પર રહેતો અને ઝૂંપડીમાં જન્મેલો અલ્તાફ તડવી કેવી રીતે બન્યો MC Stan?


સુંદરતામાં આ અભિનેત્રીઓનો નથી કોઈ તોડ, આ 10 અભિનેત્રીઓ છે રૂપ રૂપનો અંબાર
 


શું છે સ્પેશિયલ મેરેજ એક્ટની પ્રક્રિયા ? 


- આ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કરવા હોય તો કપલ એ લગ્ન માટે નક્કી કરેલી તારીખથી 30 દિવસ પહેલા પોતાના સંબંધિત દસ્તાવેજ સાથે મેરેજ ઓફિસરને અરજી કરવી પડે છે. આ અરજી ઓનલાઇન પણ કરી શકાય છે.


- દસ્તાવેજ જમા કરાવ્યા પછી પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવે છે જેમાં બંને પક્ષની ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે. નોટિસની એક કોપી કાર્યાલયના નોટિસ બોર્ડ ઉપર અને બે કોપી બંને પક્ષને પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. 


- નોટિસ પછી ટીવીસ દિવસ પછી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી માનવામાં આવે છે પરંતુ શરત એટલી છે કે આ 30 દિવસ દરમિયાન કોઈપણ વ્યક્તિને આ લગ્ન માટે આપત્તિ ન નોંધાવી હોય.


- 30 દિવસનો સમય પૂરો થયા પછી કપલ પોતાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરીને પોતાના લગ્નને અધિકારીક રીતે માન્યતા આપી શકે છે. ત્યાર પછી યુવક અને યુવતી વિવાહ અધિકારીની સામે ત્રણ - ત્રણ સાક્ષીની હાજરીમાં લગ્ન કરે છે.