લખનઉઃ ઉત્તર પ્રદેશોમાં નારાજ નેતાઓની નારાજગીનો સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે એક નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે, જેનું સમાધાન પાર્ટીને મળી રહ્યું નથી. હકીકતમાં લખનઉની સરોજિની નગર વિધાનસભા સીટ પર પાર્ટી સાથે જોડાયેલા પતિ-પત્ની ટિકિટ માટે દાવો કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ સીટ પરથી ટિકિટ માંગી રહ્યાં છે પતિ-પત્ની
ટિકિટ માંગનારમાં સ્વાતિ સિંહ (Swati Singh) પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી છે. તો તેમના પતિ દયા શંકર સિંહ (Daya Shankar Singh), પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ છે. સ્વાતિ સિંહ લખનઉના સરોજિની નગરથી વર્તમાન ધારાસભ્ય છે અને બીજા કાર્યકાળ માટે ટિકિટ મેળવવા ઈચ્છુક છે. 


હું ચૂંટણી લડવા ઈચ્છુ છું- દયા શંકર સિંહ
આ વિશે પૂછવા પર દયા શંકર સિંહે (Daya Shankar Singh) કહ્યુ- વિવાદને કારણે મને પાછલી ચૂંટણીમાં ટિકિટ મળી નહોતી પરંતુ મારી ટીમે સ્વાતિની જીત નક્કી કરવા માટે મહેનત કરી હતી. આ વખતે હું ચૂંટણી લડવા ઈચ્છુ છું પરંતુ તે પાર્ટી પર નિર્ભર છે. બીજી તરફ પત્ની સ્વાતિ સિંહે ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો. સૂત્રોએ જણાવ્યું કે, પતિ-પત્ની બંને પક્ષમાં અલગ-અલગ નેતાઓ મારફત ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ Antrix-Devas case: કોંગ્રેસે રાષ્ટ્રીય હિતોને નજરઅંદાજ કર્યા, કેબિનેટને અંધારામાં રાખીઃ સીતારમન  


પહેલા ગૃહિણી હતી સ્વાતિ સિંહ
મહત્વનું છે કે સ્વાતિ સિંહ પહેલાં એક ગૃહિણી હતી. તેનો રાજનીતિમાં પ્રવેશ આકસ્મિક રૂપથી થયો હતો. હકીકતમાં તેના પતિ દયા શંકર સિંહ (Daya Shankar Singh)  જુલાઈ 2016માં ત્યારે વિવાદમાં આવી ગયા હતા, જ્યારે તેમણે બીએસપી અધ્યક્ષ માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. 


બસપાએ દયા શંકર સિંહ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યુ હતુ. ત્યારબાદ ભાજપ બચાવની મુદ્દામાં આવી ગયું હતું. ત્યારબાદ અખિલેશ યાદવની સરકારમાં દયા શંકર સિંહની ધરપકડ કરવામાં આવી અને ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. 


આ ઘટનાના થોડા સપ્તાહ બાદ ભાજપે દયા શંકરની પત્ની સ્વાતિ સિંહને પોતાની મહિલા એકમની પ્રમુખ બનાવી હતી. આ દરમિયાન સ્વાતિ સિંહ રાજનીતિમાં નવા હતા. આ દરમિયાન બીએસપીના કેટલાક નેતાઓએ સ્વાતિ સિંહ અને તેમની પુત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને સ્વાતિ સિંહે નારી અપમાન સાથે જોડીને મુદ્દો બનાવી લીધો હતો. 


આ પણ વાંચોઃ કોરોનાના પ્રકોપ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવાનો આપ્યો નિર્દેશ


ચૂંટણી જીત્યા બાદ બન્યા મંત્રી
તેમને લોકોનું સમર્થન મળતું જોઈએ ભાજપે વર્ષ 2017ની ચૂંટણીમાં સરોજિની નગરથી ટિકિટ આપી હતી, જેમાં તેમણે મોટા અંતરથી જીત મેળવી હતી. ધારાસભ્ય બન્યા બાદ સ્વાતિ સિંહ યોગી સરકારમાં મંત્રી બન્યા હતા. હવે તેમના પતિ પણ ચૂંટણી લડવા ઈચ્છે છે. હવે જોવાનું રહેશે કે પાર્ટી પતિ-પત્નીમાંથી કોને ટિકિટ આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube