સ્વિસ બેંકોમાં જમા તમામ પૈસાને આપણે કાળા નાણા કઇ રીતે કહી શકીએ: પીયૂષ ગોયલ
હાલના આંકડાઓ અનુસાર ગત્ત વર્ષે બેંકમાં જમા પૈસામાં સૌથી વધારે 50 ટકાનો વધારો નોધાયો છે
નવી દિલ્હી : ગત્ત વર્ષે સ્વિસ બેંકમાં ભારતીયો દ્વારા જમા કરવામાં આવતી રકમમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ આંકડા સામે આવતાની સાથે જ આ મુદ્દે નિવેદનબાજી ચાલુ થઇ ચુકી છે. વિપક્ષ કેન્દ્ર સરકાર આ માટે હૂમલો કરી રહ્યા છે. ભાજપના સાંસદ પોતે જ સુબ્રમણ્ય સ્વામીએ આ મુદ્દે સવાલ ઉઠાવતા નાણામંત્રાલયનાં અધિકારીઓને ઘેર્યા છે. તેમણે તેના માટે હસમુખ અઢિયાની ઝાટકણી કાઢતા તેમને તેના માટે જવાબદાર ગણાવ્યા છે. હવે સરકારની તરફથી આ મુદ્દે પ્રતિક્રિયા આવી છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ મુદ્દે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે આ મુદ્દે ભારત અને સ્વિત્ઝરલેન્ડની વચ્ચે એક સંધી થઇ છે. આ ડેટા અમે જાન્યુઆરી 2018થી નાણાકીય વર્ષના અંત સુધીનો ડેટા સામે આવ્યો છે. તો તેને આપણે સંપુર્ણ રીતે બ્લેક મની અથવા બિનકાયદેસર ટ્રાન્ઝેક્શન કઇ રીતે કહી શકો છો.
ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે બનેલી ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશનનાં ફ્રેમવર્ક હેઠળ સ્વિસ નેશનલ બેંક દ્વારા આંકડાઓ ઇશ્યું કરવામાં આવ્યા છે. ભારત અને અન્ય દેશો દ્વારા સ્વિસ બેંકમાં કાળાનાણા કરાવનારા લોકોની વિરુદ્ધ પુરાવા આપ્યા બાદ સ્વિત્ઝરલેન્ડે પોતાનાં ગ્રાહકોની માહિતી આપવા માટે હા પાડી છે. નવી સમજુતી હેઠળ સ્વિત્ઝરલેન્ડ ભારત દ્વારા કાળા નાણાની વિરુદ્ધ ચલાવાઇ રહેલ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે