VIDEO: દેશની પહેલી હોમમેડ ટ્રેન T-18એ ફરી એકવાર તોડ્યો સ્પીડનો રેકોર્ડ
ICFના જીએમ સુધાંશુ મનીએ કહ્યુ કે, ટ્રેન 18એ ટ્રાયલ દરમિયાન 180ની સ્પીડ મેળવી હતી. જોકે, હજી તેના અનેક ટ્રાયલ થવાના બાકી છે. આ ટ્રેન 18 માઈલસ્ટોન છે. હાલ તેનું ડેટા વિશ્લેષણ કરવામાં આવશે.
નવી દિલ્હી : દેશની સૌથી આધુનિક એન્જિનલેસ ટ્રેન T-18એ રવિવારે સ્પીડને મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજા ટ્રાયલ દરમિયાન રેલગાડી 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી હતી. બીજી સ્પીડી ટ્રાયલ કોટાથી સવાઈ માધોપુરની વચ્ચે કરવામાં આવી રહ્યું છે. પોતાના પહેલા સ્પીડ ટ્રાયલ દરમિયાન જ આ ટ્રેન 160 કિલોમીટરની ગતિ પર દોડી ચૂકી છે. ICFના પ્રમુખ સુધાંશુ મની બીજા ટ્રાયલ દરમિયાન હાજર રહ્યા હતા. રેલ મંત્રી પીયુષ ગોયલે આ સંબંધે એક વીડિયો ટ્વિટ કર્યો છે. હવે આ ટ્રેનને 200 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચલાવવાની શક્યતા છે.
ICFના જીએમ સુધાંશુ મનીએ કહ્યુ કે, ટ્રેન 18એ ટ્રાયલ દરમિયાન 180ની સ્પીડ મેળવી હતી. જોકે, હજી તેના અનેક ટ્રાયલ થવાના બાકી છે. આ ટ્રેન 18 માઈલસ્ટોન છે. હાલ તેનું ડેટા વિશ્લેષણ કરવામાં આવશે. પરંતુ હું માત્ર એટલી જ પુષ્ટિ કરી શકું છું કે ટ્રેને હાલ 180 કિલોમીટરની સ્પીડ મેળવી લીધી છે. આ પહેલા તેના ટ્રાયલમાં તે 170ની સ્પીડથી દોડી હતી. ટી-18 પહેલા ભારતીય રેલવે ટ્રેક પર તેજસે 180 કિલોમીટરની સ્પીડ મેળવી હતી. તાજેતરમાં જ ગતિમાન એક્સપ્રેસ દિલ્હીથી ઝાંસીની વચ્ચે 160 કિલોમીટરની સ્પીડે ટ્રેન દોડી હતી, દેશની સૌથી તેજ ચાલનારી ટ્રેન છે.
આ માટે રખાયું ટી-18 નામ
કહેવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેનનું નામ ટી-18 એટલા માટે રખાયું છે કે આ ભારતીય ટ્રેનને 2018માં લોકો માટે ચલાવવામાં આવશે. મુસાફરોની સુવિધાની વાત કરીએ તો શૌચાલયોમાં એનેસ્થેટિક ટચફ્રી બાથરૂમ છે. સામાન રાખવા માટે મોટા રેક છે. ટ્રેનની બંને સાઈડ ડ્રાઈવરની કેબિન છે. ડબ્બામાં વિકલાંગો માટે વ્હીલચેરની જગ્યા છે. આ ટ્રેનમાં કોઈ એન્જિન રિવર્સલ જરૂર નથી.
નક્કી નથી રુટ
હાલ ટ્રેન ટ્રાયલ પર જ છે. પરંતુ સૂત્રો કહે છે કે, તે 160 કિલોમીટરની સ્પીડમાં ચાલશે. હંમેશાથી ટ્રેનની ગતિ તેની સામાન્ય સ્પીડથી 10 ટકા વધુવાર ટેસ્ટ કરવામાં આવે છે. તેનું ટ્રાયલ ડિસેમ્બર સુધી પૂરુ થવાની શક્યતા છે. જોકે, હજી તેનો રુટ નક્કી નથી થયો. શરૂઆતમાં તે દિલ્હી-ભોપાલ રુટ પર ચલાવાય તેવી શક્યતા છે. જોકે, હાલ તો વારાણસી રુટ પર ચલાવાય તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.