બરેલી: પંચાયતનું વિચિત્ર ફરમાન, પીડિતાને કહ્યું-`બંને પતિ સાથે 15-15 દિવસ રહો`
બરેલીમાં પંચોએ એક મહિલા વિરુદ્ધ અજીબોગરીબ ફરમાન સંભળાવ્યું છે. આ ફરમાને મહિલાને તેના બાળકોથી અલગ કરી નાખી.
બરેલી: બરેલીમાં પંચોએ એક મહિલા વિરુદ્ધ અજીબોગરીબ ફરમાન સંભળાવ્યું છે. આ ફરમાને મહિલાને તેના બાળકોથી અલગ કરી નાખી. ઈન્સાફ માટે પીડિતાએ પોલીસના ચક્કર કાપ્યા, પરંતુ નિરાશા મળી. પંચોને પોતાની આપવીતિ સંભળાવી તો તેમણે એવું ફરમાન સંભળાવ્યું કે બધા દંગ ર હી ગયાં. હવે પીડિતાએ સમાજસેવી નિદા ખાન પાસે મદદ માટે ગુહાર લગાવી છે. આ બાજુ પોલીસનું કહેવું છે કે પીડિતાએ હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરી નથી.
હકીકીતમાં આ મામલો રિછા વિસ્તારનો છે, જ્યાં રહેતી પીડિતાએ જણાવ્યું કે વર્ષ 2012માં મહેડીના લઈક સાથે તેના નિકાહ થયા હતાં. પરંતુ 2015માં દહેજ ઓછુ પડતા પતિએ તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી. તલાક બાદ પીડિતાએ તેના નાના ભૂલકા સાથે પીયરનો રસ્તો પકડ્યો અને 2017માં બરેલીમાં જ બીજા લગ્ન કરી લીધા. પરંતુ હવે 3 વર્ષ પહેલાનો પતિ લઈક ફરી આવ્યો અને તે પુત્રને છીનવીને જતો રહ્યો. પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી પરંતુ કોઈ સુનાવણી થઈ નહીં. મામલો પંચાયતમાં પહોંચ્યો તો પંચોએ ફેસલો આપ્યો કે તે 15-15 દિવસ બંને પતિ સાથે રહે. પરંતુ આ વાત પીડિતાને ગમી નહીં.
પોલીસથી નિરાશ થયેલી અર્શી આલા હજરત હેલ્પિંગ સોસાયટીની અધ્યક્ષ નિદા ખાન પાસે પહોંચી અને મદદ માટે સમાજસેવિકા પાસે ગુહાર લગાવી. પીડિતાનું કહેવું છે કે તે અનેકવાર પોલીસને ગુહાર લગાવી ચૂકી છે. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. પીડિતાએ જણાવ્યું કે પોલીસમાં તહરીર આપી, 3વાર એસએસપીને મળી. પરંતુ કાર્યવાહીનો આદેશ હોવા છતાં પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી.
પીડિતાએ કહ્યું કે ફરિયાદ પંચો સુધી પહોંચી પરંતુ આમ છતાં ન્યાય મળ્યો નથી. પંચોએ ફેસલો આપ્યો કે 15-15 દિવસ બંને પતિ સાથે રહો. પીડિતાનું કહેવું છે કે હું મહિલા છું કોઈ સામાન નહીં કે તેની વહેંચણી કરાઈ. આ બાજુ સમાજસેવિકા નિદા ખાનનું કહેવું છે કે તે એસએસપીને મળી પીડિતાને ન્યાય અપાવશે.
સમાજસેવિકાનું કહેવું છે કે બાળક ખુબ નાનું છે તેને માતાની જરૂર છે. આથી બાળક અર્શીને જ મળવું જોઈએ. આ મામલે એસપી ગ્રામીણ ડો.સતીશકુમારનું કહેવું છે કે પીડિતાએ હજુ સુધી કોઈ ફરિયાદ આપી નથી કે તે પોલીસ સ્ટેશન પણ ગઈ નથી. પોલીસનું કહેવું છે કે જો મહિલા તેમની પાસે આવશે તો તેઓ જરૂર સુનાવણી કરશે.