દિલ્હી હિંસા પર જાવેદ અખ્તર બોલ્યા- સંયોગથી આરોપીનું નામ તાહિર છે
દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થઈ ચુક્યા છે. હવે આ હિંસા પર ગીતકાર જાવેદ અખ્તરે પણ પ્રતિક્રિયા આપી છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. દિલ્હીના મુખ્યપ્રદાન અરવિંદ કેજરીવાલે હિંસા પ્રભાવિતો માટે વળતરની જાહેરાત કરી છે અને ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. આ વચ્ચે દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરને પણ સીલ કર્યું અને તેના પર હત્યા, હિંસા, આંગચાપી જેવા કેસ દાખલ કરવામાં આવ્યા છે.
જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. જાવેદ અખ્તરે દિલ્હી પોલીસના કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા છે. જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું, 'આટલા લોકોના મોત થયા, આટલાને ઈજા થઈ, આટલા ઘર સળગાવવામાં આવ્યા, દુકાનો લૂંટવામાં આવી, પરંતુ પોલીસે એક ઘરને સીલ કર્યું છે અને તેના માલિકને શોધી રહી છે. સંયોગથી તેનું નામ તાહિર છે. દિલ્હી પોલીસના સાતત્યને સલામ.'
દિલ્હીઃ અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, ચાકુ મારીને કરવામાં આવી હત્યા
હિંસાની તપાસ માટે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ શાખા હેઠળ એક વિશેષ તપાસ દળ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. તમામ એફઆઈઆરને એસઆઈટીને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તપાસ માટે 2 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. એક ટીમને ડીસીપી રાજેશ દેવ લીડ કરશે. તો એક ટીમને જોય ટર્કી લીડ કરશે. બંન્ને ટીમોમાં ચાર-ચાર એસીપી હશે. ACP ક્રાઇમ બીકે સિંહની આગેવાનીમાં આ SIT કામ કરશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube