બીજિંગ : ચીને તાઇવાનને ધમકી આપી છે કે, જો તે એકીકરણ માટે તૈયાર નહી થાય તો તેના પર હૂમલો કરવામાં આવશે. ત્યાર બાદથી એક અઠવાડીયામાં તાઇવાનની વાયુસેનામાં ચીની વિમાનોએ ત્રણ વખત ઘુસણખોરી કરી ચુક્યા છે પરંતુ દરેક વખતે તેને ઉંધા મોઢે તાઇવાન એરફોર્સે ભગાડી દીધું હતું. \


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LAC: ભારત-ચીન ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને દેશોએ ઉઠાવવું પડ્યું નુકસાન

વર્ષોથી ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. જો કે તાઇવાનમાં પોતે પડકારેલી લોકશાહીની સરકાર છે. જો કે ચીનનાં વિરોધનાં કારણે જ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તાઇવાનને સ્થાન નથી મળી શક્તું. રોયટર્સનાં અનુસાર એવો જ પ્રયાસ ચીની સેનાનાં વિમાનોએ મંગળવારે કર્યું અને તેમનું જે-10 વિમાન તાઇવાનની વાયુસેનામાં ઘુસી ગયું. તાઇવાને પણ ચીની સેનાનાં વિમાનને પોતાની ત્યાં ખદેડી દીધી હતી. 


લદ્દાખ હિંસામાં 20 ભારતીય સૈનિક શહીદ, ચીનનાં 43 જવાનો ઠાર મરાયા હતા

આ અગાઉ એવા એરસ્પેસમાં ગત્ત મંગળવારેને એસયુ 30 ફાયટર્સ પ્લેન તાયવાનની વાયુસેનામાં ઘુસી આ્યા હતા તો તેને વોર્નિંગ આપવામાં આવી આવી હતી. આ વિમાન ચીનનાં એડવાન્સ ટેક્નોલોજી વાળા પ્લેન હતા. ત્યાર બાદ શુક્રવારે ચાઇનીઝ વાઇ-8, પ્રોપેલર એરક્રાફ્ટ બેઝ્ડ ટોહી વિમાન તાઇવાનની વાયુસીમામાં ઘુસી ગયા હતા જેને તાઇવાને વોર્નિંગ આપીને ભગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, ગત્ત મહિને ધમકી આપી હતી કે જો તાઇવાન એકીકરણ માટે તૈયાર નથી થાય તો તેના પર હુમલો કરવામાં આવશે. ચીનના સેન્ટ્રલ મિલિટ્રી કમિશનનાં સભ્ય અને જોઇન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખ લી ઝુઓચેંગે કહ્યું કે, તાઇવાનને આઝાદ થતા અટકાવવાનુ જો કોઇ અલગ રસ્તો નહી બચે તો ચીન તેના પર હુમલો કરી દેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube