ભારતીયોને બોલાવે છે આ દેશ, કામ જાણીને ઉછળી પડશો...તો પછી શરૂ કરી દો વિદેશ જવાની તૈયારી
આ દેશ જલદી ભારતીયોને પોતાના દેશમાં જોબ આપવાની ઓફર આપવાની તૈયારી કરી રહ્યો છે. આ ડીલ કારખાનાઓ, ખેતરો અને હોસ્પિટલો માટે આપવામાં આવશે. આ સાથે જ આ દેશના કેટલાક ફરવાલાયક સ્થળો વિશે પણ ખાસ જાણો.
તાઈવાન ફરવા માટે તો એકદમ જબરદસ્ત દેશ છે જ પરંતુ કામ કરવા માટે પણ સુપર્બ છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ કેવી વાત....તો જણાવી દઈએ કે તાઈવાન ભારતના એક લાખથી વધુ લોકોને નોકરી આપવા જઈ રહ્યું છે. આમ કરવાથી ભારત અને તાઈવાન વચ્ચેના આર્થિક સંબંધ મજબૂત થશે. અહીં કારખાનાઓ, ખેતરો, અને હોસ્પિટલોમાં કામ કરવા માટે એક લાખથી વધુ ભારતીયોની જરૂર પડશે. મળતી માહિતી મુજબ બંને પક્ષો વચ્ચે ડિસેમ્બરની શરૂઆતમાં આ જોબ ડીલ થઈ શકે છે.
આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તાઈવાનના લાકો સતત વૃદ્ધ થઈ રહ્યા છે અને આવામાં તેમને વધુને વધુ લોકોની જરૂર છે. માત્ર તાઈવાન જ નહીં પરંતુ ભારત સરકારે જાપાન, ફ્રાન્સ અને યુકે સહિત 13 દેશો સાથે ડીલ સાઈન કરી છે. આ સાથે નેધરલેન્ડ્સ, ગ્રીસ, ડેનમાર્ક, અને સ્વિટ્ઝરલેન્ડની સાથે પણ આ પ્રકારની વ્યવસ્થા પર ચર્ચા થઈ રહી છે.
તાઈવાનના કેટલાક સુંદર ફરવાના સ્થળો વિશે જાણો...
રેનબો વિલેજ
ઈન્દ્રધનુષવાળું ગામ. વિચારીને જ તમારા મનમાં અનેક ખ્યાલ આવી ગયા હશે પરંતુ આ સાચું છે આ જગ્યાનું નામ રેનબો વિલેજ એટલે કે ઈન્દ્રધનુષ ગામ રાખવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે આ વિચાર હુઆંગ યુંગ ફૂ નામના એક વ્યક્તિના મનમાં આવ્યો હતો જે એક પૂર્વ સૈનિક હતો. જિને કળા અને પેઈન્ટિંગનો ખુબ શોખ હતો. આ પ્રોજેક્ટને સૌથી પહેલા તેના પાડોશના ઘરોને બચાવવા અને તેને પુર્નસ્થાપિત કરવાની રીત તરીકે શરૂ કરાયો હતો. ધીરે ધીરે અહીં પક્ષીઓ, લોકો અને અનેક જાનવરોના પેટર્ન્સને ડિઝાઈન કરવાનું શરૂ કરાયું. આ જગ્યા તાઈવાનની સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે.
શિલિન નાઈટ માર્કેટ
તાઈવાનની ટોપ લિસ્ટિંગવાળી જગ્યાઓમાંથી એક શિલિંગ નાઈટ માર્કેટ એક નાઈટ માર્કેટ છે. અહીં મોટાભાગે સ્ટ્રીટ ફૂડ જ જોવા મળે છે. સૂરજ ડુબ્યા બાદ પર્યટકો અને સ્થાનિક લોકોની અહીં ભીડ જામે છે. ખાણી પીણીની ચીજો ઉપરાંત બજારમાં વિન્ટેજ કેસેટ, આર્કેડ ગેમ્સ, અને અન્ય રસપ્રદ વસ્તુઓ પણ હોઈ શકે છે.
લોંગશાન મંદિર
તાઈવાન ફરવા માટેની જગ્યાઓમાં એક લોંગશાન મંદિર પણ છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ખુબ જ આધ્યાત્મિક અને આરામદાયક માહોલ જોવા મળે છે. લાકડીના અંદરના ભાગ, અગરબત્તીઓની સુખદ સુગંધ અને એક ખુબ જ સુંદર જૈન બૌદ્ધ ઈન્ટીરિયર ડિઝાઈન સાથે આ જગ્યા જોવા લાયક છે. મંદિરમાં એક સદીઓ જૂની પરંપરા છે જેમાં કહેવાયું છે કે જો તમે ફર્શ પર બે લાકડીના બ્લોકને રોલ કરો અને એક પ્રશ્ન પૂછો તો જમીન પર પહોંચ્યા બાદ બ્લોકોની સ્થિતિ તમને જવાબ આપવામાં મદદ કરે છે.
સન મૂન ઝીલ
તાઈપે શહેરથી લગભગ 2 કલાકના અંતરે સન મૂન ઝીલ, નાનટો, તાઈવાનમાં ફરવા માટે સૌથી ખુબસુરત જગ્યાઓમાંથી એક છે. ઝીલની ચારેબાજુ એક પાર્ક, સુંદર જંગલ અને જૂના હથિયારો તથા હસ્તશિલ્પનું એક્ઝીબીશન છે. ઝીલની ચારેબાજુ અનેક હોટલ અને રિસોર્ટ છે જે તમારા અને તમારા પરિવાર માટે એક પરફેક્ટ વીકએન્ડ આપવામાં મદદ કરે છે. ઝીલનો સુંદર જોવા માટે તમે કાં તો પાણીમાં બોટિંગ કરી શકો છો અથવા તો કેબલ કાર દ્વારા સવારી કરી શકો છો.
તાઈવાન ફરવા માટે બેસ્ટ ટાઈમ
તાઈવાન ફરવા માટે બેસ્ટ ટાઈમ છે ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો સમય. આ દરમિયાન તમે આરામથી ઘૂમી ફરી શકો છો. આ સમયે તાઈવાનમાં હળવી ઠંડી હોય છે અને ચારેબાજુ પર્યટકોની અલગ જ રંગત જવા મળતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube