અપમાનનો બદલો લેવા માટે બનાવવામાં આવી હતી આલિશાન, ભવ્ય `તાજ હોટલ`, વિગતો જાણી ગર્વ કરશો
દુનિયાભરમાં પોતાની અનોખી ઓળખ બની ચૂકેલી તાજ હોટલ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ મશહૂર છે. પણ શું તમને ખબર છે કે એક ભારતીયના અપમાનનો બદલો લેવા માટે આ હોટલનું નિર્માણ થયેલું છે?
નવી દિલ્હી: દુનિયાભરમાં પોતાની અનોખી ઓળખ બની ચૂકેલી તાજ હોટલ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ મશહૂર છે. પણ શું તમને ખબર છે કે એક ભારતીયના અપમાનનો બદલો લેવા માટે આ હોટલનું નિર્માણ થયેલું છે? તાજ હોટલ દુનિયાની મજબૂત હોટલ બ્રાન્ડ તરીકે ખ્યાતિ ધરાવે છે. ખાસ જાણો તાજ હોટલ વિશે આ રસપ્રદ માહિતી...
આ રીતે લીધો હતો અપમાનનો બદલો
આજે દુનિયાભરના પર્યટકો વચ્ચે પોતાની ખાસ ઓળખ ઊભી કરનારી આ હોટલ બ્રાન્ડ વિશે તમે જાણશો તો ગર્વ કરશો. આ હોટલ એક અપમાનનો બદલો લેવા માટે બનાવવામાં આવી તી. ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટાએ તાજની પહેલી હોટલ 1903માં બનાવડાવી હતી. તાજ હોટલ દુનિયાની મજબૂત હોટલ બ્રાન્ડ તરીકે ખ્યાતિ ધરાવે છે.
Corona નો ખાતમો નક્કી!, હવે બાળકોને પણ મળશે કોરોના વેક્સીન, આ રસીને મળી ગઈ મંજૂરી
બ્રિટનથી મુંબઈ આવ્યા બાદ તેમણે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાની સામે પહેલી તાજ હોટલનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધુ. આ હોટલ દરિયાની બિલકુલ સામે બની. જે બ્રિટિશ હોટલમાંથી જમશેદજી ટાટાને ભારતીય હોવાના કારણે કાઢી મૂકવામાં આવ્યા હતા આજે તે જ દેશના લોકો જ્યારે પણ ભારત આવે છે ત્યારે મોટાભાગે તાજ હોટલમાં જ રહેવાનું પસંદ કરે છે.
PIB Fact Check: દેશમાં ફરીથી Lockdown લાગશે? દિવાળી સુધી ટ્રેનો બંધ થશે? વિગતવાર વાંચો અહેવાલ
આ સૂચના આ વર્ષે 25 જૂનના રોજ ટાટા સમૂહની હોસ્પિટાલિટી શાખા ઈન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડે આપી હતી. આ અગાઉ 2016માં તાજને એક નવી ઉપલબ્ધિ મળી હતી અને ત્યારે તે 38માં સ્થાને હતી. કંપનીએ પોતાના રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે આ માપદંડો મુજબ 29.6 કરોડ ડોલર બ્રાન્ડ મૂલ્યવાળા તાજ 100માંથી 89.3ના બ્રાન્ડ મજબૂતી સૂચકઆંક (બીએસઈ) અને એએએ બ્રાન્ડ મજબૂતાઈ રેટિંગ સાથે દુનિયાની સૌથી મજબૂત હોટલ બ્રાન્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube