નવી દિલ્હી: ભાજપના નેતા તજિન્દર બગ્ગાને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. 5 જુલાઈ સુધી તેમની ધરપકડ થઈ શકશે નહીં. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તજિન્દર બગ્ગાની ધરપકડ પર 5 જુલાઈ સુધી રોક લગાવી છે. હવે આ મામલે ઉનાળુ વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે. અત્રે જણાવવાનું કે બગ્ગા પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ટિપ્પણી મામલે એફઆઈઆર દાખલ થઈ છે. ત્યારબાદ મોહાલી કોર્ટે બગ્ગાની ધરપકડ માટે વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈ વોલ્ટેજ ડ્રામા
બગ્ગા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના નેતા ડો. સની સિંહની ફરિયાદ પર 1 એપ્રિલના રોજ મોહાલમાં ધાર્મિક ભાવના ભડકાવવાના હેતુસર કેસ દાખલ કરવામાં આવ્યો. બગ્ગાએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિપ્પણી બાદ તેમના પર નિશાન સાધ્યું હતું. એફઆઈઆર દાખલ થતા પંજાબ પોલીસ જ્યારે પહેલીવાર બગ્ગાની ધરપકડ માટે પહોંચી તો વીલે મોઢે પાછી ફરી. બીજીવાર પંજાબ પોલીસના 50 જવાનો બગ્ગાને ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચ્યા અને જ્યારે પંજાબ લઈને જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસમાં તેમના અપહરણની ફરિયાદ દાખલ  થતા પંજાબ પોલીસને હરિયાણા પોલીસે રોકી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ તેમને પાછા દિલ્હી લઈને આવી. 


Cyclone Asani: ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું 'અસાની', આ રાજ્યોમાં મચાવી શકે છે ભારે તબાહી


Coronavirus Symptoms: કોરોનાના નવા સબ વેરિઅન્ટના આ 2 લક્ષણો જરાય હળવાશમાં ન લેતા, જોતા જ અલર્ટ થજો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube