કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને તેમને ડોક્ટરને સુરક્ષા અપાવવા માટે તત્કાલ પગલું ઉઠાવવા અને સમગ્ર રાજ્યમાં જુનિયર ડોક્ટરોનાં પ્રદર્શનથી પેદા થયેલ ગતિરોધ શોધવા માટેની સલાહ આપી. મમતા બેનર્જી બાદમાં કહ્યું કે, તેમને રાજ્યપાલ સાથે વાત કરી અને તેમને હોસ્પિટલમાં ગતિરોધનો ઉકેલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાની માહિતી આપી. 


AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના પ્રમુખ
અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત
ડોક્ટર્સને ભરોસામાં લે મુખ્યમંત્રી
ત્રિપાઠીએ મમતાને સલાહ આપી કે તેઓ ડોક્ટર્સની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમને (ડોક્ટરને) વિશ્વાસમાં લે. સાથે જ તેમના પર થયેલા હુમલાની ઘનટાઓની તપાસમાં થયેલી પ્રગતિ મુદ્દે તેમને વિશ્વાસમાં લે. રાજ્યપાલે પત્રમાં કહ્યું કે, તેનાથી અનુકુળ વાતાવરણ બનાવવામાં મદદ મળશે અને ડોક્ટર પોતાની ડ્યુટી પર પરત ફરી શકશે. ઉલ્લેખનીય છે કે, ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું હતું કે, તેમણે જુનિયર ડોક્ટર્સનાં મુદ્દા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને તેમના તરફથી કોઇ જ જવાબ નથી મળ્યો.