કાબુલ : પૂર્વ અફઘાનિસ્તામાં એક સૈન્ય મથક પર સોમવારે થયેલા તાલિબાની હૂમલામાં 65 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, પુર્વી અફઘાનિસ્તામાં આ સંઘર્ષ શનિવારથી ચાલી રહ્યો છે, અધિકારીઓએ રવિવારે સંઘર્ષ અંગે માહિતી આપી હતી. બીજી તરફ તાલિબાની પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે મીડિયાને નિવેદન બહાર પાડીને આ હુમલાની જવાબદારી સ્વિકારી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેદાન વર્તક પ્રાંત પરિષદનાં સભ્ય ખ્વાનીત સુલ્તાનીએ એપીને જણાવ્યું કે, હૂમલામાં 70થી વધારે લોકો ઘાયલ થયા છે, જ્યારે હૂમલામાં આશરે 65 લોકોના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ હજી મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે મૃતકોમાં મોટા ભાગનાં સૈન્ય કર્મચારીઓ છે, બીજી તરફ ઘાયલોમાં સૌથી વધારે પ્રમાણમાં સૈનિકો જ છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જો કે તેમની સ્થિતી પણ નાજુક છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, તાલિબાનોએ રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલયમાં પ્રશિક્ષણ કેન્દ્રમાં પહેલા તો વિસ્ફોટકો દ્વારા હૂમલો કર્યો ત્યાર બાદ પરિસરમાં ઘુસીને અંધાધુંધ ફાયરિંદ ચાલુ કરી દીધું, જેના કારણે અનેક સુરક્ષા કર્મચારીઓને ઠાર મારવામાં આવ્યા. બીજી તરફ પૂર્વ અફઘાનિસ્તાનમાં થયેલા હૂમલા મુદ્દે રાષ્ટ્રપતિ અશરફ ગનીની ઓફીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદમાં કહેવામાં આવ્યું કે, દેશનાં દુશ્મનો દ્વારા જ એનડીએસનાં જવાનો પર હૂમલો કરવામાં આવ્યો છે.