મિંગોરા : પાકિસ્તાનનાં સ્વાતમાં એક પથ્થર પર ઉપસેલી બુદ્ધની પ્રતિમાને 2007માં પાકિસ્તાની તાલીબાનોએ તોડી દીધી હતી. હવે આ પ્રતિમાને ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા હવે સ્વાત ખીણમાં  સહિષ્ણુનું શક્તિશાળી પ્રતિક તરીકે ઉભરી રહી છે. 2001નાં બામિયાનની તર્જ પર 2007માં આ પ્રતિમાને ડાયનામાઇટથી ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનાં કારણે આ પ્રતિમાને ઘણુ નુકસાન પહોંચ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક લોકોની નજરમાં આ એક ખુબ જ ક્રુરતાપુર્ણ કૃત્ય હતું. કટ્ટરપંથીઓએ આ વિસ્તારના ઐતિહાસિક ઓળખ અને સંસ્કૃતીને ખતમ કરવામાં કોઇ જ કસર છોડી નહોતી. સ્વાતમાં બુદ્ધિજીવ એક એક્સપર્ટ 79 વર્ષનાં પરવેઝ શાહીએ કહ્યું, મને લાગ્યું કે જે રીતે તેમણે મારા પિતાની હત્યા કરી દીધી હોય. તેમણે મારી સંસ્કૃતી અને મારા ઇતિહાસ પર હૂમલો કર્યો. ત્યાં હવે ઇટાલીની સરકાર સેંકડો પુરાતત્વ મહત્વની જગ્યાઓને સંરક્ષી કરવામાં મદદ કરી રહી છે. સ્થાનીક તંત્રને આશા છે કે આ સ્થળને ઇટાલી સરકારની મદદથી ફરીથી પુનર્જિવીત કરવામાં આવશે, ત્યાર બાદ ત્યાનુ ટુરિઝમ પણ વધશે. 

આશરે એક દશક પહેલા આતંકવાદીઓ 20 ફૂટ ઉંચી પ્રતિમાની ઉપર ચઢીને તેના પર વિસ્ફોટક મુકી દીધો, તેના કારણે પ્રતિમાનો કેટલાક હિસ્સો ક્ષતીગ્રસ્ત થઇ ગયો હતો. પ્રતિમાના ચહેરાનો હિસ્સો પણ ક્ષતીગ્રસ્ત થઇ ગયો હતો. શાહીન માટે આ પ્રતિમા શાંતિ, પ્રેમ અને ભાઇચારાનું પ્રતિક છે. શાહીને કહ્યું કે, અમે કોઇ વ્યક્તિના ધર્મ સાથે નફરત નથી કરતી, કોઇ નફરત કરવાની આ પદ્ધતી છે. સ્વાતમાં રહેનારો કોઇ પણ પરિવાર જે તેનાં ઇતિહાસ અંગેની માહિતી નથી ધરાવતા ઓએ પણ 2007માં આ હૂમલાની સરાહના કરી હતી અને બુદ્ધની પ્રતિમાને ઇસ્લામ વિરોધી ગણાવી હતી.