Titanic ના Hero થી કેમ ગભરાતું હતું Taliban? પછી તો તાલિબાને બહાર પાડ્યો હતો આ વિચિત્ર ફતવો
એક સમયે હૉલીવૂડની ફેમસ ફિલ્મ ટાઇટેનિકના હીરો લિયોનાર્ડો ડિકેપ્રિયોથી તાલિબાની સરકાર એવી ડરી ગઈ હતી કે, કાયદેસર તાલિબાને ફતવો જાહેર કર્યો હતો. તાલિબાને અફઘાનીઓને લિયોનાર્ડો ડિકેપ્રિયોથી દૂર રહેવાનો ફરમાન આપ્યો હતો.
યશ કંસારા, અમદાવાદઃ હાલ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય પરત ફરતા ત્યાં ફરી એકવાર તાલિબાનોનું રાજ આવી ગયું છે. હવે તાલિબાનીઓએ કબુલ સહિત સમગ્ર અફઘાનને પોતાના તાબામાં લઈ લીધું છે. અને હવે તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાના ક્રૂર નિયમો અને ફતવાઓ લાગૂ કરી રહ્યું છે. જેને કારણે સમગ્ર અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ડર, દહેશત અને ખૌફનો માહોલ ઉભો થયો છે. એક સમયે હૉલીવૂડની ફેમસ ફિલ્મ ટાઇટેનિકના હીરો લિયોનાર્ડો ડિકેપ્રિયોથી તાલિબાની સરકાર એવી ડરી ગઈ હતી કે, કાયદેસર તાલિબાને ફતવો જાહેર કર્યો હતો. તાલિબાને અફઘાનીઓને લિયોનાર્ડો ડિકેપ્રિયોથી દૂર રહેવાનો ફરમાન આપ્યો હતો.
લિયોનાર્ડો ડિકેપ્રિયોથી કેમ ઘબરાયું તાલિબાન?
ટાઇટેનિક ફિલ્મના હીરો લિયોનાર્ડો ડિકેપ્રિયોથી ગત શાસનની તાલિબાની સરકાર એ હદ સુધી ડરી ગઈ હતી કે, અફઘાનીઓને તેનાથી દૂર રહેવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. ઘટના એવી છે કે, તે સમયે ટાઇટેનિક ફિલ્મ રિલીઝ થઈ હતી. અને મોટાભાગના અફઘાની લોકો લિયોનાર્ડો ડિકેપ્રિયોની હેર સ્ટાઈલ કોપી કરી રહ્યા હતા. તાલિબાનની શાસકોને એવું લાગ્યું કે આના અફઘનાના લોકો પશ્ચિમી સભ્યતા તરફ આકર્ષિત થશે. જેના પગલે દેશના તમામ વાળંદો માટે ફતવો જાહેર કર્યો, કે તેઓ પોતાના ગ્રાફકોની લિયોનાર્ડોની હેર સ્ટાઈલની જેમ વાળ ના કાપી આપે.
કેમ અફઘાનીઓને ડિકેપ્રિયોથી દૂર રહેવાની સલાહ આપી?
આ ચેતવણી તાલિબાનના ધાર્મિક મંત્રાયલએ આપી હતી, આ મામલે દેશના ઘણા બધા વાળંદોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ તમામ લોકો પર ઈસ્લામ વિરોધી પશ્ચિમી હેર સ્ટાઈલને લોકપ્રિય બનાવવાનો આરોપ લગાવાયો હતો. તાલિબાનની પ્રતિબંધીત હેર સ્ટાઈલની લિસ્ટમાં બિટલ્સ કટ પણ સામેલ હતું. તાલિબાનો માટે કંટ્રોલ કરવા માટે સૌથી આસાન ટાર્ગેટ દેશના યુવાનો હતા. જેમને ડિકેપ્રિયોની હેર સ્ટાઈલ કોપી કરાવવાથી રોકવામાં આવ્યા હતા. અને જે યુવકોએ આવા વાળ કપાવ્યા હતા. તેમનું મુંડન કરવામાં આવ્યું હતું.
હવે શું કરશે તાલિબાન?
હવે 20 વર્ષ બાદ જ્યારે તાલિબાને ફરી વખત અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધો છે. ત્યારે, અફઘાનિસ્તાનના વાળંદોમાં ફરી વાર ખોફ અને દેહશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ભલે તાલિબાને એક વ્યવસ્થિત અને ફ્લેક્સિબલ શાસનની વાત કરી હોય. પણ, તેમણે પોતાના નિયમો લાગૂ કરાવવાનું શરૂ કરી દિધું છે. વાળંદોને ડર છે કે તાલિબાનના દિશા નિર્દેશોના કારણે તેમના વ્યવસાય પર અસર પડશે.
પુરુષોને માત્ર આવી સ્ટાઈલમાં વાળ કપાવવાની છે પરવાનગી!
તાલિબાનોએ પુરુષોના મેકઅપ પર અને ટેટૂ પર રોક લગાવી દિધી છે. જેના કારણે ગ્રાહકોની સંખ્યા ઓછી થાય છે. ભલે અફઘાનિસ્તાનમાં પુરી રીતે તાલિબાની નિયમો લાગૂ નથી કરાયા. પણ, મહિલાઓ અને યુવાઓ પર તાલિબાનનો અત્યાચાર શરૂ છે. તેવામાં હવે અફઘાનિસ્તાનના વાળંદોને પણ પોતાના ભવિષ્ય અંગે સવાલો થવા લાગ્યા છે.