નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ આવી ગયું છે. આ સાથે જ ત્યાંથી અફઘાની નાગરિકો અને વિદેશી નાગરિકોનો દેશ છોડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. આ બધા વચ્ચે તાલિબાને ભારત વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તાલિબાને કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનમાં જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું તેને પૂરા કરવા જોઈએ. ભારત અફઘાનિસ્તાનમાં અનેક વિકાસ યોજનાઓ પર કામ કરી રહ્યું છે અને ત્યાં લગભગ 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના પ્રોજેક્ટ પૂરા કરે ભારત
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને પાકિસ્તાનની હમ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવા જોઈએ. કારણ કે તે જનતા માટે છે. આ બાજુ પાકિસ્તાની ન્યૂઝ એંકરે સવાલ પૂછ્યો કે ભારતે અફઘાનિસ્તાનમાં મોટું રોકાણ કર્યું છે પરંતુ ક્યારેય તાલિબાનને માન્યતા આપી નથી જ્યારે ભારતના અનેક કન્સ્યૂલેટ્સ અફઘાનિસ્તાનમાં છે. હવે આ બદલતા હાલાતમાં શું સ્થિતિ હશે? જેના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે  અમે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશને પોતાનો હેતુ પૂરો કરવા કે કોઈ બીજા દેશ વિરુદ્ધ અદાવત કાઢવા માટે કરવા નહીં દઈએ. તેઓ અહીં આવીને પોતાના પ્રોજેક્ટ પૂરા કરી શકે છે કારણ કે તે જનતા માટે છે. 


પાકિસ્તાની ચેનલ સાથે તાલિબાની પ્રવક્તાની વાતચીતનો આ વીડિયો પત્રકાર રેઝુલ હસન લસ્કરે ટ્વિટર પર શેર કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube