નવી દિલ્હીઃ MK Stalin Letter To Amit Shah: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન (MK Stalin)એ ગુરૂવાર (25 મે) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને પત્ર લખ્યો છે. તેમણે માંગ કરી છે કે ગુજરાત બેસ્ડ ડેરી કંપની અમૂલને તત્કાલ પ્રભાવથી તમિલનાડુમાં દૂધની ખરીદી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટાલિને શાહને લખેલા પત્રમાં તમિલનાડુ મિલ્ક શેડ ક્ષેત્રમાં કૈરા જિલ્લા સહકારી દુગ્ધ ઉત્પાદક સંઘ (અમૂલ) તરફથી દૂધની ખરીદી કરવાથી ઉભા થયેલા મુદ્દા પર કેન્દ્ર સરકારને ધ્યાન આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું- હાલમાં રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું કે અમૂલે કૃષ્ણાગિરિ જિલ્લામાં ચિલિંગ સેન્ટર અને પ્રોસેસિંગ પ્લાન્ટ કરવા માટે પોતાના બહુ-રાજ્ય સહકારી લાયસન્સનો ઉપયોગ કર્યો છે. 


આ પણ વાંચોઃ શું છે 'સેંગોલ', કોણે બનાવ્યું, કેમ છે આટલું મહત્વ, શા માટે અપાઈ રહ્યું છે પ્રાધાન્ય


મિલ્ક-શેડ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવું અયોગ્ય
મુખ્યમંત્રીએ કહ્યું- આ સાથે અમૂલે તમિલનાડુમાં કૃષ્ણાગિરિ, ધર્મપુરી, વેલ્લોર, રાનીપેટ, તિરૂપથુર, કાંચીપુરમ અને તિરૂવલ્લૂર જિલ્લામાં અને આસપાસ સ્થિત એફપીઓ અને એસએચજીના માધ્યમથી દૂધની ખરીદીની યોજના બનાવી છે. સ્ટાલિને લખ્યું- ભારતમાં આ એક નિયમ રહ્યો છે કે સહકારી સમિતિઓને એકબીજાના મિલ્ક-શેડ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યા વગર વિકાસ કરવા દેવામાં આવે. 


કર્ણાટકમાં પણ ઉઠ્યો હતો અમૂલ દૂધને લઈને વિવાદ
નોંધનીય છે કે કર્ણાટકમાં પણ અમૂલ દૂધને લઈને ખુબ વિવાદ ઉબો થયો હતો. પાછલા દિવસોમાં અમૂલે કર્ણાટકમાં પોતાની એન્ટ્રીની જાહેરાત કરી હતી, ત્યારબાદ વિપક્ષી દળ કોંગ્રેસ અને જેડીએસે આરોપ લગાવ્યો હતો કે સરકાર લોકલ બ્રાન્ડ નંદિનીને ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે. બેંગલુરૂના એક હોટલ સંગઠન બૃહત બેંગલુરૂ હોટલ્સ એસોસિએશને પણ શહેરમાં અમૂલના ઉત્પાદકોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube