ચેન્નઈઃ તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી  (Tamil Nadu Assembly Election) માં રાજકીય પાર્ટીઓ અને ઉમેદવાર ઘણી વસ્તુ ફ્રીમાં આપવાનું વચન આપી રહ્યાં છે. ઘણી પાર્ટીઓ જીત બાદ જનતાને સોનું, મોબાઇલ ફોન, ટીવી, પંખા, મિક્સર ગ્રાઇન્ડર, વોશિંગ મશીન, ગેસ સિલિન્ડર અને સોલર કુકર આપવાનું વચન આપી રહ્યાં છે. આ વચ્ચે મદુરઈ સાઉથ સીટ (Madurai South Seat) થી એક અપક્ષ ઉમેદવારોએ લોકોને ચંદ્ર પર લઈ જવાનું વચન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપક્ષ ઉમેદવારના મોટા વચનો
મદુરઈ સાઉથ સીટથી એક અપક્ષ ઉમેદવાર આર સર્વાનન (R. Saravanan) એ બધા લોકો માટે આઈફોન, સ્વિમિંગ પૂલની સાથે 3 માળનું ઘર, પ્રતિ ઘર દર વર્ષે 1 કરોડ રૂપિયાનું અંશદાન, 20 લાખ રૂપિયાની કાર, દરેક ઘર માટે નાના આકારનું હેલીકોપ્ટર, ઘરેલૂ કામ કરવા માટે રોબોટ, દિવ્યાંગો માટે 10 લાખ રૂપિયા, દરેક ઘર માટે એક હોળી આપવાની જાહેરાત કરી છે. 


ચંદ્ર પર 100 દિવસની યાત્રાની જાહેરાત
આર સર્વાનન (R. Saravanan) એ 100 દિવસની ચંદ્ર પર યાત્રા, વિસ્તારને ઠંડો રાકવા માટે 300 ફૂટ ઉંચો કૃત્રિમ બરફનો પહાડ, અંતરિક્ષ અનુસંધાન કેનદ્્ર અને રોકેટ લોન્ચિંગ એસિલિટી આપવાની જાહેરાત કરી છે. આ સિવાય યુવતીઓને લગ્ન સમયે 800 ગ્રામ સોનું આપવાની જાહેરાત કરી છે. 


'વસૂલી મુદ્દે' દેશમુખનું રાજીનામું નહી, શિવસેના નેતા સંજય રાઉતે કર્યું સ્પષ્ટ

તમિલનાડુમાં 6 એપ્રિલે મતદાન
તમિલનાડુની બધી 234 વિધાનસભા માટે એક તબક્કામાં છ એપ્રિલે મતદાન થશે, જ્યારે બે મેએ મતગણના થશે. તમિલનાડુમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2021ના સમાપ્ત થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube