Complete lockdown in Tamil Nadu: દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેને પગલે હવે એક પછી એક રાજ્યો લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે તમિલનાડુ સરકારે રાજ્યમાં બે અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યાં મુજબ રાજ્યમાં 10 મેથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉની જાહેરાત કરાઈ છે. આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 4 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,078 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,18,92,676 પર પહોંચી ગયો છે. જ્યારે 1,79,30,960 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. હાલ દેશમાં 37,23,446 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 4187 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,38,270 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ 16,73,46,544 લોકોનું રસીકરણ કરાયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube