ચેન્નઈઃ તમિલનાડુ (Tamil Nadu) ના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ (Edappadi K. Palaniswami) એ ગુરૂવારે રાજ્યમાં ધોરણ 9, 10 અને ધોરણ 11ના બધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના  (9th, 10th, 11th class exam) આગામી વર્ગમાં પ્રમોટ કરવાની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપર્ટસ સાથે બેઠક બાદ નિર્ણય
સીએમ પલાનીસ્વામીએ કહ્યુ, કોરોના વાયરસ (Coronavirus) મહામારી ટીચર્સ અને વિદ્યાર્થીઓ માટે એક અસાધારણ પડકાર બનીને સામે આવી છે. તેવામાં રાજ્ય સરકારે નિષ્ણાંતો, વાલીઓ અને વિદ્યાર્થીઓના અભિપ્રાય પર વિચાર કર્યો, જેણે  2020-21 શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક કે બોર્ડની પરીક્ષાઓ આપવાની છે. જેમાં સરકારે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના આગામી ક્લાસમાં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. 


આ પણ વાંચોઃ 26 February 2021 Bharat Bandh: કાલે છે વેપારીઓનું ભારત બંધ, આ સેવા થશે પ્રભાવિત


એજ્યુકેશનલ ચેનલ દ્વારા થયો અભ્યાસ
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે. તેમણે કહ્યું, મહામારીને ફેલાતી રોકવા માટે શાળાઓને 25 માર્ચ, 2020થી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 19 જાન્યુઆરીથી માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. તેના કારણે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન એજ્યુકેશનલ ટીવી ચેનલ કાલવી થોલઈકાચી (Kalavi Tholikachi) દ્વારા અભ્યાસ કર્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube