ત્રણ ભાષા ફોર્મ્યુલા: તમિલનાડુમાં હિંદી વિરોધી સુર, કેન્દ્રએ કહ્યું થોપવામાં નહી આવે
આ સમગ્ર મુદ્દે વિવાદ વધતો જોઇને કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સરકાર દ્વારા કોઇના પર ભાષા થોપવામાં નહી આવે
ચેન્નાઇ : તમિલનાડુમાં ડીએમકે સહિત અલગ અલગ રાજનીતિક દળોએ મુસદ્દા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રસ્તાવિત ત્રણ ભાષા ફોર્મ્યુલાનો આકરો વિરોધ કર્યો છે. તેમણે આ યોજનાનો વિરોધ કરતા જણઆવ્યું કે, તેમના પર આ હિન્દી થોપવા બરાબર છે. તમિલનાડુ સરકારે આ મુદ્દાને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, તેઓ તેઓ બે ભાષા ફોર્મ્યુલાને ચાલુ રાખશે.
ઓવૈસીના નિવેદન અંગે ભાજપનું નિશાન, નકવીએ કહ્યું, સેક્યુલરિઝ્મના રાજકીય સુરમા છે
બીજી તરફ આ સમગ્ર મુદ્દે વિવાદ વધતો જોઇને કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટતા કરી છે. સરકારે કહ્યું કે, કોઇ ભાષા થોપવામાં નહી આવે. એલઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, કમિટીએ પોતાનો અહેવાલ સોંપ્યો છે, આ કોઇ નીતિ નથી. જનતાની પ્રતિક્રિયા જશે. આ ભુલ છે કે એક નીતિ બની જશે. કોઇ પણ ભાષા કોઇ પણ રાજ્ય પર થોપવામાં નહી આવે.
મોદી કેબિનેટમાં ન જોડાઇ JDU નો માસ્ટર સ્ટ્રોક, બનાવ્યો છે ગેમ પ્લાન
આજનો સમય બ્રિટિશ રાજ જેવો, બધા અમારી વિરુદ્ધ BJPને વોક ઓવર નહી આપીએ: રાહુલ
અલગ અલગ રાજનીતિક દળોએ કર્યો વિરોધ
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે તમિલમાં કરેલા અલગ અલગ ટ્વીટમાં જણાવ્યું કે, શાળામાં ત્રણ ભાષાની ફોર્મ્યુલાનો શો અર્થ છે? તેનો અર્થ છે કે તેઓ હિંદીને ફરજીયાત વિષય બનાવશે... તેમણે ટ્વીટ કર્યું, ભાજપ સરકારનો અસલી ચહેરો ઉભરવાનો શરૂ થઇ ચુક્યો છે. બીજી તરફ ટ્વીટર પર #स्टॉपहिंदीइंपोजिशन, #टीएनएअगेंस्टहिंदीइंपोजिशन ટ્રેંડ થવા લાગ્યું છે.
મમતા બેનર્જીને 10 લાખથી વધારે જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલાશે: ભાજપ
ડીએમકે પ્રમુખ એમ.કે સ્ટાલિને કહ્યું કે, ત્રણ ભાષા ફોર્મ્યુલા પ્રાથમિક કક્ષાથી કક્ષા 12 સુધી હિંદીને વધારે મહત્વ આપે છે. આ મોટી પરેશાન કરનારી વાત છે. અને આ ભલામણ દેશને વહેંચવાનું કામ કરશે. મુસદ્દા નીતિ જાણીતા વૈજ્ઞાનિકનાં કસ્તુરીરંગનનાં નેતૃત્વવાળી એક સમિતીએ તૈયાર કરી છે જેને શુક્રવારે જાહેર કરવામાં આવી.
અયોધ્યામાંથી રામની મુર્તિ ચોરતા તો ચોરી લીધી, પણ પાછી આપવા આવવું પડ્યું કારણ કે...
1968થી રાજ્યમાં બે ભાષા ફોર્મ્યુલાનું જ પાલન થઇ રહ્યું છે
ડીએમકે નેતા સ્ટાલિને તમિલનાડુમાં 1937માં હિંદી વિરોધી આંદોલનને યાદ કરતા કહ્યું કે, 1968થી રાજ્ય બે ભાષા ફોર્મ્યુલાનું જ પાલન કરી રહ્યા છે, જેના હેઠળ માત્ર તમિલ અને અંગ્રેજી ભણાવવામાં આવે છે. તેમણે કેન્દ્રની ભલામણને ફગાવતા માંગ કરી કરતા કહ્યું કે, આ ત્રણ ભાષા ફોર્મ્યુલાની આડમાં હિંદી થોપવાનું છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટીના સાંસદ સંસદમાં શરૂઆતથી જ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવશે.