Bus Fell Into Gorge In Tamil Nadu: તમિલનાડુના કુન્નૂર સ્થિત મારાપલમની પાસે એક પર્ટક બસ ખીણમાં પડી જવાથી 35 લોકો ઈજાગ્રસ્ત થયા અને 8 લોકોના મોત થયા છે. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. બસમાં 55 યાત્રિ સવાર હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કુન્નૂરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ઘટના બાદ સ્થાનીક લોકો, પોલીસ અને ફાયરકર્મી બચાવ અને રાહત કામો માટે પીડિતોની મદદ માટે દોડ્યા અને ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા. ઘટનાને લઈને કોયંબટૂર ઝોનના ડીઆઈજી સરવણ સુંદરે કહ્યું કે દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક યાત્રિ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો- 5 રાજ્યોમાં સેમીફાઈનલનો જંગ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસનો પ્રચાર


મૃતકોમાં ત્રણ મહિલાઓ સામેલ
પોલીસ અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઇવરે બસ પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધુ હતું, જેના કારણે બસ કુન્નૂરની પાસે મરાપલમમાં 10 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. પોલીસે કહ્યું કે તમિલનાડુના મરાપલમની પાસે એક પર્યટક બસ ખીણમાં પડવાથી ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે. 


મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત
આ વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને 8-8 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયા તથા સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube