ચૂંટણી પ્રચાર માટે Tamil Nadu પહોંચ્યા અમિત શાહ, Suchindram Temple માં કરી પૂજા
કેન્દ્રીય મંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે છે. અમિત શાહ ચૂંટણીની જાહેરાત થયા બાદ આજથી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે.
કન્યાકુમારી: કેન્દ્રીય મંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે છે. અમિત શાહ ચૂંટણીની જાહેરાત થયા બાદ આજથી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગૃહમંત્રી અમિત શાહ કન્યાકુમારીના સુચિન્દ્ર મંદિર પહોંચ્યા. અહીં તેમણે દેવીની પૂજા કરી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે આશીર્વાદ માંગ્યા.
ડોર ટુ ડોર કેમ્પેઈનની શરૂઆત કરશે ગૃહમંત્રી
ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના કન્યાકુમારીમાં ભાજપના ડોર ટુ ડોર કેમ્પેઈન (BJP Door-To-Door Campaign In Kanyakumari) વિજય સંકલ્પ મહાસંપર્ક અભિયાન (Vijay Sankalp Mahasampark Abhiyaan) ની શરૂઆત કરશે.
કેરળમાં ભાજપની વિજયયાત્રા
આ ઉપરાંત ગૃહમંત્રી કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ભજાપની કેરળ વિજયયાત્રાના કાર્યક્ર્મમાં પણ સામેલ થશે.
તમિલનાડુમાં AIADMK સાથે ભાજપનું ગઠબંધન
અત્રે જણાવવાનું કે તમિલનાડુમાં ભાજપ રાજ્યમાં સત્તાધારી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(AIADMK) સાથે ગઠબંધન કરીને ચૂંટણીના મેદાનમાં છે. બંને પાર્ટીઓ મળીને ચૂંટણી લડી રહી છે.
નોંધનીય છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટમી એક જ તબક્કામાં તશે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 6 એપ્રિલ 2021ના રોજ થશે અને મતગણતરી 2જી મેના રોજ થશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube