ચેન્નાઇ : તમિલનાડુ સરકારે તુતીકોરિન ખાતે આવેલ વેદાંતા સ્ટરલાઇટ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગમાં 13 લોકોનાં મોત થઇ ચુક્યા હતા. ઉપમુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે આ અંગે માહિતી આપતા કહ્યું કે, લોકોની માંગને ધ્યાનમાં રાખતા કોપર પ્લાન્ટને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલનાડુ સરકારે પ્રદેશનાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કોપર પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવા માટેનાં નિર્દેશો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તુતીકોરિનમાં પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લોકો 22મી મેનાં રોજ જ્યારે પથ્થરમારો અને આગજનીની મદદ લેવા લાગ્યા તો પોલીસે ઓપન ફાયરિંગ કરી દીધું હતું જેમાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થઇ ચુક્યા છે. 

પ્રદેશાં ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમે સોમવારે માહિતી આપતા કહ્યું કે, આજે લોકોની સૌથી મોટી માંગ છે કે પ્લાન્ટને હંમેશા માટે બંધ કરી દેવામાં આવે. તેને ધ્યાનમાં લેતા પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. હું તે સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે સ્ટરલાઇટ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 

પનીર સેલ્વમે સોમવારે તૂતીકોરિન પહોંચીને કહ્યું હતું કે, હોસ્પિટલમાં ભર્તી ઘાયલ પ્રદર્શનકર્તાઓની કેટલીક માંગણીઓ છે જે અંગે વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મુદ્દે સદનમાં પણ રિઝોલ્યુશન લાવવામાં આવશે. તેમણે લોકોને વિશ્વાસ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ પ્લાન્ટને બંધ કરાવવા માટે દરેક સંભવ પ્રયાસો કરશે અને કાયદાકીય પગલા ઉઠાવશે. તેમણે કહ્યું કે, તેઓ વિસ્તારમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરશે

જો કે પનીર સેલ્વમે તે આરોપોનું ખંડન કર્યું કે પોલીસ લોકોનાં ઘરે જઇને તેમને પરેશાન કરી રહી છે. પીડિત પરિવારને મળવા માટે પહોંચેલા પનીર સેલ્વનમાં વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. જો કે તેમણે દાવો કર્યો કે લોકો અન્નાદ્રમુકની સરકારથી નાખુશ નથી.તેમની સાથે મંત્રી ડી.જયકુમાર પણ હાજર હતા.