Senthil Balaji Video: દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) નેતા અને તમિલનાડુના વીજળી મંત્રી વી સેન્થિલ બાલાજીને ઈડીએ બુધવારે કસ્ટડીમાં લીધા ત્યારબાદ જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. કસ્ટડીમાં લીધા બાદ સેન્થિલ બાલાજી પોક મૂકીને રડવા લાગ્યા હતા. ત્યારબાદ તેમણે છાતીમાં ખુબ દુખાવો થયાની ફરિયાદ કરી. તબિયત બગડ્યા પછી તેમને ઓમંદુરારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અત્રે જણાવવાનું કે સેન્થિલ બાલાજી એક શક્તિશાળી ડીએમકે નેતા છે અને તેમની પાસે સ્ટાલિન કેબિનેટમાં ઈલેક્ટ્રિસીટી, પ્રોહિબિશન અને એક્સાઈસ ખાતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમેરામાં કેદ થઈ આ ઘટના
તમિલનાડુના ઉર્જા મંત્રી અને ડીએમકે નેતા વી સેન્થિલ બાલાજીનો આ 'ડ્રામા' કેમેરામાં કેદ થઈ ગયો. સેન્થિલ બાલાજીને હોસ્પિટલમાં લઈ જવાયા બાદ હોસ્પિટલની બહાર પણ ભારે ડ્રામા જોવા મળ્યો અને તેમના સમર્થકોએ ખુબ પ્રદર્શન કર્યું. તબિયત બગડ્યા બાદ સેન્થિલ બાલાજીને સારવાર માટે ચેન્નાઈના ઓમંદુરાર સ્થિત સરકારી હોસ્પિટલમાં ખસેડાયા અને સારવાર હેઠળ છે. અહીં તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ સુબ્રમણ્યમ અને ખેલ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને મુલાકાત કરી. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે સેન્થિલ બાલાજીની તબિયત ઠીક છે અને હાલ સારવાર હેઠળ છે. 


ઈડીએ તમિલનાડુના ઉર્જામંત્રી સેન્થિલ બાલાજીના અધિકૃત નિવાસ સ્થાન પર મંગળવારે રેડ મારી હતી અને હજુ સુધી આ રેડની કાર્યવાહી ચાલુ છે. ત્યરાબાદ ઈડી અધિકારી મંઘલવાર સવારે સચિવાલય સ્થિત સેન્થિલની ઓફિસે પહોંચ્યા છે. જ્યાં ફક્ત 3 કર્મચારી હાજર હતા. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું કે ઈડીની ટીમ કાર્યાલયમાં કેટલાક દસ્તાવેજોની તપાસ કરી. ચેન્નાઈમાં આવેલા સેન્થિલના ઘર ઉપરાંત તેમના પૈતૃક નિવાસસ્થાન કરૂરમાં પણ ઈડીએ દરોડો પાડ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube