પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી
Panipuri 40 Lakh GST Notice Viral: તમિલનાડુના એક પાણીપુરીવાળાને ડિજિટલ પેમેન્ટથી વાર્ષિક 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી GST નોટિસ દ્વારા આ વાત સામે આવી છે, જેને જોઈને કોર્પોરેટ જોબમાં કામ કરતા લોકો હવે પાણીપુરીનો સ્ટોલ લગાવવાની વાત કરી રહ્યા છે.
Panipuri 40 Lakh GST Notice Viral: પાણીપુરી, ગોલગપ્પા, પકોડી… સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી શેરીના ખૂણેથી લઈને મોટા-મોટા મોલમાં પણ વેચાય છે, લોકોને સૂકી પુરી કરતાં તેનું મસાલેદાર પાણી વધુ ગમે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'પાણીપુરી વાળા ભૈયા' એક વર્ષમાં કેટલી કમાણી કરે છે? જો કે, શેરી વિક્રેતાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની લાખોમાં આવકનો અંદાજ લોકોને નથી. પરંતુ તમિલનાડુના એક પાણીપુરીવાળાએ પોતાની કમાણીથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
જી હા.. તમિલનાડુના પાણીપુરી વાળાના ભૈયાએ ઓનલાઈન પેમેન્ટ્સ (ફોન-પે, રોજર-પે) દ્વારા એક વર્ષમાં 40 લાખ રૂપિયાની કમાણી કરી છે, જ્યારબાદ તેને GSTની નોટિસ મળી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને કોર્પોરેટ જોબ કરતા લોકો તેમની ગરીબી પર રડી રહ્યા છે!
Photo: ધુમ્મસની ચાદરમાં લપેટાયો 'તાજમહેલ', એક સમયે લોકોને લાગ્યું તાજમહેલ ગુમ
ઓનલાઈન પેમેન્ટ દ્વારા 40 લાખનું વેચાણ
નોટિસની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @sanjeev_goyal નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું કે, તમિલનાડુ GST વિભાગે પાણીપુરી વેચનારને નોટિસ મોકલી, કારણઃ ભૈયા, તમારા ફોન-પે અને ગૂગલ-પેમાં 1 વર્ષમાં 40 લાખનું વેચાણ દેખાઈ રહ્યું છે અને રોકડમાં વ્યવહાર થયેલ છે તે અલગ... આ સમાચારથી દેશ હેરાન ઓછો અને પરેશાન વધારે છે કે યાર હું ખોટી લાઇનમાં આવી ગયો છું, કાશ હું પાણીપુરી વેચતો હોત.
આ યલો શૉટથી કરો તમારી દિવસની શુભ શરૂઆત, શરીરને મળશે 4 ગજબના ફાયદા
GSTની નોટિસ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોને આશ્ચર્ય થયા છે તો કેટલાક લોકો આ સ્થિતિની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક એવા છે જેઓ કહે છે કે, હવે તેઓ તેમની કોર્પોરેટ નોકરી છોડીને પાણીપુરી વેચશે. આજકાલ ભારતમાં UPI પેમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. નોંધનીય છે કે, દાયકાઓથી રોકડ વ્યવહારો કરનારાઓ ઘણા સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ હવે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે.