છપરા: બિહારના છપરામાં આજે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. છપરામાં તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તાપ્તિ ગંગા એક્સપ્રેસ છપરાથી સુરત જઈ રહી હતી. રાહત અને બચાવ કામ માટેની ટીમ સાથે રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. 


આ અકસ્માતમાં હાલ કોઈ જાનમાલના નુકસાનનના અહેવાલ નથી. રેલ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ છે. દુર્ઘટનાના કારણે છપરા-વારાણસી રેલવે માર્ગ પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. ઘટના સવારે લગભગ 9.45 કલાકે ઘટી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...