જમશેદપુર: ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ એક ભાગમાં આગ લાગી હતી. રાહતની વાત એ છે કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા સ્ટીલ  પ્લાન્ટમાં આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના અંગે ટ્વીટ કરીને કહ્યું કે જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટની માહિતી મળી છે. જિલ્લા પ્રશાસન, ટાટા સ્ટીલ મેનેજમેન્ટ સાથે સામંજસ્ય બનાવીને ઘાયલોને તાબડતોબ સારવાર મળે તે માટે કાર્યવાહી કરી રહી રહ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube