નવી દિલ્હી: કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે દેશ હાલ એક નવા પડકારનો સામનો કરી રહ્યો છે. વાવાઝોડા તૌકતેએ ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ વળી ચૂક્યું છે અને હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયેલું આ તૌકતે આજે સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ તે 18મી મેના રોજ સવારે પોરબંદર અને ભાવનગર જિલ્લાના મહુઆ વચ્ચેથી પસાર થશે. આ બાજુ મહારાષ્ટ્રમાં આ વાવાઝોડાના પગલે અલર્ટ છે. MIAL ના જણાવ્યાં મુજબ વાવાઝોડાની અલર્ટના પગલે મુંબઈ એરપોર્ટનું ઓપરેશન સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાંથી 12420 લોકોને રેસ્ક્યુ કરાયા
તૌકતે તોફાનને કારણે મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 12420 લોકોને રેસ્ક્યુ કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર છે. જ્યારે રાયગઢમાં રેડ અલર્ટ છે. આ બાજુ બીએમસીએ જણાવ્યું કે તોફાનના જોખમને પગલે બાંદ્રા-વર્લી સી લિંકને આગામી આદેશ સુધી બંધ કરાયો છે. હાલ આ વાવાઝોડું મુંબઈથી 120 કિમી દૂર છે. 


હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વાવાઝોડું તૌકતે વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયું છે અને ગુજરાત તરફ વળ્યું છે. હાલ તે મુંબઈથી 160 કિમી દૂર, વેરાવળથી 290 કિમી દૂર અને દિવથી 260 કિમી દૂર છે. પૂરેપૂરી શક્યતા છે કે આ વાવાઝોડુ આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પહોંચે અને ગુજરાતના પોરબંદર અને મહુવા વચ્ચે રાતના લગભગ 8થી 11 વાગ્યા સુધીમાં ટકરાય. વાવાઝોડું ત્રાટકશે તે વખતે 155થી 165ની પ્રતિ કલાકની સ્પીડ પર પવન ફૂંકાય તેવી શકયતા છે જે 185ની સ્પીડ ઉપર પણ પહોંચી શકે છે. 


તોફાનને લઈને સરકારની તૈયારીઓ પૂરેપૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રી સતત આ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. હવામાન ખાતું આ વાવાઝોડું વિનાશક રૂપ ધારણ કરી ચૂક્યું છે તેવું જણાવી ચૂક્યું છે. જેને લઈને ગુજરાત સહિત અનેક રાજ્યો હાઈ અલર્ટ પર છે અને એનડીઆરએફ, કોસ્ટગાર્ડ સહિત અન્ય રાહત દળોએ મોરચો સંભાળી લીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube