Rajnath Singh high-level meeting on Tawang Clash: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે અને રક્ષામંત્રી રાજનાથ સિંહે એક મહત્વની બેઠક બોલાવી. એવું કહેવાઈ રહ્યું છે કે બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૌહાણ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખ ભાગ લીધો. આ બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હાલની સ્થિતિ અંગે ચર્ચા થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનાથ સિંહ સંસદમાં આપશે નિવેદન
આ ઉપરાંત સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે રાજનાથ સિંહ આજે સંસદમાં આ મામલે નિવેદન આપશે. રાજનાથ સિંહ 12 વાગે લોકસભામાં અને બપોરે 2 વાગે ઉપલા ગૃહ રાજ્યસભામાં આ મામલે નિવેદન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે એક મહત્વની બેઠક કરવાના છે અને કેબિનેટના મંત્રીઓ સાથે તવાંગમાં થયેલા ઘર્ષણ પર  ચર્ચા કરશે. 


સોફ્ટ પાવર તરીકે ઉભર્યું છે ભારત-કિરેન રિજિજૂ
અરુણચાલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ભારપૂર્વક કહ્યું કે અરુણાચલ પ્રદેશ પ્રાચીનકાળથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને પીએમ મોદીએ તેને ખુબસુરત રીતે રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત એકજૂથ થઈ ગયું છે અને શક્તિશાળી બન્યું છે. ભારત એક ખુબ મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે અને એક સોફ્ટ પાવર તરીકે ઊભર્યું છે. 


કિરેન રિજિજૂએ કહ્યું કે, આપણું કલ્ચર હેરિટેજ છે અને તેને લોકો હંમેશા ભૂલી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જેટલા કામ થયા છે તેને આગળ લઈ જવા જોઈએ. એક ભારત-શ્રેષ્ઠ ભારત હેઠળ સમગ્ર ભારતને જોડવાનું કામ થયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube