સંદીપ કેડિયા, ઝુંઝુનૂં: જિલ્લામાંથી એક હચમચાવી દેનાર સમાચાર આવી રહ્યા છે. ઝુંઝુનૂં (Jhunjhunu)માં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા સંચાલિત એક મોટી સરકારી સ્કૂલ  (Government School)માં એક ડઝનથી વધુ વિદ્યાર્થી સથે ટીચર દ્વારા કુકર્મના સમાચાર સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝુંઝુનૂંના સદર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો છે, જ્યાંથી તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. જાણકારી અનુસાર સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આઠ ડિસેમ્બરના રોજ સદર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ દાખ કરવામાં આવી છે કે આઠ બાળકો સાથે ટીચરે કુકર્મ આચર્યું છે. 


આ મામલે જ્યાં પોલીસ તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ કલ્યાણ સમિતિએ પણ સ્કૂલમાં તપાસ કરી છે. કેસ ખૂબ જ ગંભીર અને સરકારી સ્કૂલ સાથે સંકળાયેલો છે તો ના ફક્ત પોલીસ, પરંતુ દરેક જણ આ મામલે ચુપ છે. જ્યાં સુધી જાણકારી મળી છે કે આ ટીચર ઝુંઝુનૂં જિલ્લાના જ ગામનો રહેવાસી છે અને હાલ પ્રોબેશન પર હતો. શિક્ષકનો પરિવાર ખૂબ લાંબા સમયથી બીકાનેરમાં રહે છે. 


મળતી માહિતી અનુસાર એ પણ સામે આવ્યું છે કે કેસ સૌથી પહેલાં સાત ડિસેમ્બરના રોજ સામે આવ્યો. જ્યારે સ્કૂલમાં પ્રિન્સિપાલ બાળકો સાથે મીટિંગ કરી તેમની સમસ્યાઓ વિશે જાણી રહ્યા હતા. તે સમયે એક બાળકે હિંમત કરીને પ્રિન્સિપાલને આ વાત કહી. ત્યારબાદ પૂછપરછ શરૂ કરવામાં આવી તો આઠ બાળકો સામે આવ્યા, જેમના નામથી પ્રિંસિપાલે સદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 


બધા બાળકો એક ધોરણના
સૂત્રોનું મનીએ તો આ બધા બાળકો એક જ ધોરણમાં ભણે છે. તો બીજી તરફ તેમાંથી 10 બાળકો રાજસ્થાન, એક યૂપી તથા એક દિલ્હીનો રહેવાસી છે. તેમાંથી 11 બાળકોનો પોલીસ મેડિકલ પણ કરાવી ચૂકી છે. તો બીજી તરફ સ્કૂલના કેમ્પસમાં આવેલા રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. આરોપીની પત્ની પણ બિકાનેરમાં શિક્ષિકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube