હિસારઃ સરકાર દેશમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાન ચલાવી રહી છે, પરંતુ દેશમાં બેટીઓ સાથે જે પ્રકારના દુષ્કૃત્યો કરવામાં આવી રહ્યા છે તેનાથી લોકોમાં રોષ ફેલાયેલો છે. હરિયાણામાં 9 વર્ષની બાળકી સાથે તેની ટીચરે જે પ્રકારનું કૃત્ય કર્યું છે તે જાણીને તમને પણ બે ઘડી ગુસ્સો આવી જશે. હિસારના સબ્જીમંડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને જ્યારે ક્લાસ ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા તો તેની ટીચરે તેના મોઢા પર કાળ રંગનો ઓઈલ પેઈન્ટ લગાવીને સ્કૂલના બધા જ ક્લાસમાં ફેરવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારજનોને જ્યારે આ ઘટનાની ખબર પડી તો તેઓ ખુબ જ ગુસ્સે થઈ ગયા. જોકે, અત્યારે ટીચર આવું કૃત્ય કર્યા પછી ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. બે દિવસ પહેલાની આ ઘટના છે. સોમવારે પરિજનો આ મુદ્દે કડક કાર્યવાહીની માગ સાથે સબ્જીમંડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સાથે જ બાળકીનું નિવેદન પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ નોંધાવાયું છે. 


Hydrabad Encounter : પ્રશંસા કરતા કહ્યું, મારી પણ બે દિકરીઓ છે, આંધ્રપ્રદેશના CM જગન રેડ્ડી


બાળકીના પરિજનોએ માગણી કરી છે કે સ્કૂલમાં ફીટ કરવામાં આવેલા સીસીટીવી ફુટેજ વહેલામાં વહેલી તકે કાઢવામાં આવે, જેથી સત્ય સામે આવે. આ સાથે જ પરિજનોએ આ ઘટનાના આરોપીઓની પણ તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી છે અને સ્કૂલ બંધ કરવા જણાવ્યું છે. પરિજનોના અનુસાર આ ઘટના પછી બાળકી હેબતાઈ ગઈ છે અને સ્કૂલે જવાની ના પાડે છે. 


પોલીસ કરી રહી છે તપાસ
આ ફરિયાદ મળ્યા પછી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી છે. સ્કૂલ હિસારની મહાવીર કોલોની વિસ્તારમાં આવેલી છે અને ખાનગી છે. પીઆઈ જગજીત સિંહે જણાવ્યું કે, સ્કૂલના ગેટ ખોલાવાના પ્રયાસ કર્યા છે. સાથે જ ટીચરની પણ શોધખોળ શરૂ કરી છે. ટીચર હાલ ફરાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....