નવી દિલ્હી: શિક્ષકને ભગવાનનો દરજ્જો અપાય છે. પરંતુ હવે તેમાં પણ ગિવ એન્ડ ટેકની પોલિસી જોવા મળી રહી છે. એક શિક્ષકે 10માં ધોરણની વિદ્યાર્થીનીને ઓફર આપી કે તે જો તેને ખુશ કરશે તો તેના વિષયમાં તેને પૂરેપૂરા માર્ક્સ મળશે. શિક્ષકે ધમકી આપતા એમ પણ કહ્યું કે જો તેણે વાત ન માની તો તેને ફેલ કરી નાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકે કહ્યું- તુ મને ખુશ કર, હું તને પૂરા માર્ક્સ આપીશ
મીડિયા રિપોર્ટ્સ મુજબ દૌસાના લાલસોટમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લિલતાનો એક શરમજનક મામલો સામે આવ્યો છે. પરીક્ષામાં સારા માર્ક્સ અપાવવાના બહાને શિક્ષકે 10મા ધોરણની વિદ્યાર્થીની સાથે અભદ્ર વ્યવહાર કર્યો. શિક્ષકે તો એટલે સુદ્ધા કહી દીધુ કે તું મને ખુશ કરી દે, હું તમને સત્રાંકના પૂરેપૂરા માર્ક્સ આપીશ. વિદ્યાર્થીનીએ વાત ન માની તો શિક્ષકે વિદ્યાર્નીને નાપાસ કરવાની ધમકી આપી અને ગંદી કમેન્ટ્સ કરી. 


હાથ મરોડીને આપી ધમકી
પીડિત વિદ્યાર્થીનીએ કહ્યું કે તે ગામની એક ખાનગી શાળામાં ધોરણ 10માં ભણે છે. આ શાળામાં અંગ્રેજીના શિક્ષક ઓમપ્રકાશ બૈરવા(30) તેને માનસિક રીતે હેરાનગતિ કરતો હતો. વિદ્યાર્થીનીના જણાવ્યાં મુજબ શિક્ષકે 16 ફેબ્રુઆરીએ બપોરે તેને બોલાવી, હાથ પકડીને ખાલી રૂમમાં લઈ ગયો. શિક્ષકે તેનો હાથ મરોડ્યો અને વાત ન માનવા પર નાપાસ કરી નાખવાની ધમકી આપી. 


પોલીસે કરી ધરપકડ
પોલીસે સોમવારે મોડી સાંજે તેની ધરપકડ કરી લીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓમપ્રકાશ 4 વર્ષથી ખાનગી શાળામાં અંગ્રેજીનો શિક્ષક છે. આ ઘટના બાદ તે ફરાર થઈ ગયો. પરંતુ ત્યારબાદ પોલીસની પકડમાં આવી ગયો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube