ઝી બ્યૂરો, અમદાવાદઃ દૂરદર્શનની શરૂઆત 15મી સપ્ટેમ્બર 1959ના દિવસે દિલ્હીથી થઈ હતી. ત્યારે તેની રેન્જ માત્ર 40 કિલોમીટરની હતી. યુનેસ્કોના સહયોગથી શરૂ થયેલી આ પ્રસારણ સેવા સપ્તાહમાં ફક્ત બે દિવસ માટે 20 મીનીટનું પ્રસારણ કરતી હતી. પહેલા માત્ર શિક્ષણ પછી ઈન્ફોર્મેશન અને પછી મનોરંજન ક્ષેત્રે મોટું ખેડાણ ખેડનાર ટીવીનું એક અલગ જ મહત્વ રહ્યુ છે. મોબાઈલમાં પણ લોકો ટીવી તો જુએ જ છે. દૂરદર્શનને ભારતની ચડતી પડતી વિકાસ અને હોનારતોના ઘણા સમાચાર લોકો સુધી પહોંચાડ્યા છે તો મહાભારત અને રામાયણ જેવી સિરિયલોથી લોકોને એક તાંતણે બાંધ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનેસ્કોએ ભારતમાં દૂરદર્શન શરૂ થાય તે માટે  20 હજાર ડૉલર અને 180 ફિલિપ્સ ટીવી સેટ આપ્યા હતા. પહેલા તેનું નામ ટેલિવિઝન ઈન્ડિયા રાખવામાં આવ્યું હતુ. 1975માં તેનું હિન્દી અને ગુજરાતી નામકરણ દૂરદર્શન કરવામાં આવ્યું. શરૂઆતમાં માત્ર શૈક્ષણિક કાર્યક્રમો જ તે સમયે પ્રસારીત થતા. આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળતા તેની અવધી વધારીને 60 મિનિટ કરવામાં આવી હતી. પણ પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતુ. આખરે છ વર્ષ બાદ 1965માં દરરોજ પ્રસારણ કરવું એવું નક્કી કર્યુ પણ ત્યારે દેશમાં કોઈ ટેલિવઝન હતા જ નહીં અને આમને આમ બીજા સાત વર્ષ પસાર થયા. 


દિલ્હીના આકાશવાણી ભવનમાં જ એક કામચલાઉ સ્ટુડીયોમાં દૂરદર્શન શરૂ કરાયું હતું-
1982માં કલર ટેલિવિઝનનું આગમન થયુ અને 25 એપ્રિલ 1982માં સત્યજીત રેની ફિલ્મ શતરંજ કે ખિલાડીનું પ્રસારણ થયુ. એ જ ગાળામાં મનોહર શ્યામ જોષી લિખીત હમ લોગ નામની સિરિયલનું પ્રસારણ શરૂ થયુ આ સિરિયલ 17મી ડિસેમ્બર 1985 સુધી ચાલ્યુ. એ બાદ તો નુક્કડ. બુનિયાદ જેવી સિરિયલ જોવા મળી. 


ભારતને નામે છે 14 હજાર ટ્રાન્સમીટરનો વિશ્વવિક્રમ-
2 રાષ્ટ્રીય અને 11 રીજનલ ચેલન સાથે દૂરદર્શન કુલ 21 ચેનલ પ્રસારિત કરે છે. 14 હજાર જમીનના ટ્રાન્સમીટર અને 46 સ્ટુડિયો સાથે તે ભારતની સોથી મોટી પ્રસારણ ચેનલ છે. 14 હજાર ટ્રાન્સમીટરને નામે વિશ્વવિક્રમ છે જે હાલ પણ ભારતને નામે છે. 1972માં મુંબઈમાં પૂના ખાતે રિલે પ્રસારણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. 1973માં શ્રીનગરમાં પણ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું. જો કે હજુ પણ પ્રસારણના સમય અને કાર્યક્રમો વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. 3જી નવેમ્બર 2003થી દૂરદર્શનની 24 કલાકની ન્યૂઝ ચેનલ શરૂ થઈ.