નવી દિલ્હી: દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ટીકા ઉત્સવમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ મહામારીને પહોંચી વળવા માટે લોકોએ અનેક લેવલ પર કામ કરવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કરી ટ્વીટ
પીએમ મોદી (PM Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે આજે 11 એપ્રિલ એટલે કે જ્યોતિબા ફૂલે જયંતીથી આપણે દેશવાસીઓ ટીકા ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ. આ ટીકા ઉત્સવ 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતી સુધી ચાલશે. આ ઉત્સવ એક પ્રકારે કોરોના વિરુદ્ધ બીજી જંગની શરૂઆત છે. જેમાં આપણે પર્સનલ હાઈજીનની સાથે સાથે સોશિયલ હાઈજીન ઉપર પણ વિશેષ ભાર મૂકવાનો છે. આપણે આ ચાર વાત જરૂર યાદ રાખવાની છે. 


1 Each One-Vaccinate One એટલે કે જે લોકો ઓછા ભણેલા ગણેલા છે, વડીલ છે, જે સ્વયં જઈને રસી લગાવી શકતા નથી તેમની મદદ કરીએ. 
2. Each One-Treat One એટલે કે જે લોકોની પાસે એટલા સાધન નથી, જેમને જાણકારી પણ ઓછી છે, તેમની કોરોનાની સારવારમાં મદદ કરીએ. 
3. Each One-Save One એટલે કે સ્વયં પણ માસ્ક પહેરવો અને એ જ રીતે સ્વયંને પણ સેવ કરું અને બીજાને પણ સેવ કરું. તેના પર  ભાર મૂકવાનો છે. 
4. માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન-ચોથી મહત્વની વાત એ છે કે કોઈને કોરોના થવાની સ્થિતિમાં, માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો કરે. જ્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોય ત્યાં પરિવારના લોકો સમાજના લોકો, 'માઈક્રો કન્ટેન્મેન્ટ' ઝોન બનાવે.


Corona Update: દેશમાં કોરોના બેકાબૂ, એક જ દિવસમાં 1.50 લાખથી વધુ કેસ, મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનના ભણકારા


રૂપાળી છોકરીને જોઈને લાળ પાડતા, આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા લોકો સાવધાન...જશો જેલમાં!


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube