મુંબઇ: મુંબઇમાં PUBG ગેમ રમવાને લઇને એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મુંબઇમાં એક કિશોરને (Teenager) પબજી ગેમ (PUBG Game) રમવાની એવી લત લાગી કે તેણે ગેમ રમવાના ચક્કરમાં તેની માતાના બેંક એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ઉડાવી દીધા. જ્યારે આ મામલે માતા-પિતાએ (Parents) કિશોરને ઠપકો આપ્યો તો તે ઘર છોડીને ભાગી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાએ નોંધાવી ફરિયાદ
મુંબઇ પોલીસના (Mumbai Police) એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બુધવાર સાંજે બની હતી. બુધવાર સાંજના સમયે કિશોરના (Teenager) પિતાએ એમઆઇડીસી સ્ટેશનમાં તેમનો પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે અપહરણનો કેસ (Kidnapping Case) નોંધી કિશોરની શોધખોળ શરૂ કરી હતી.


આ પણ વાંચો:- બ્રિટનની સૌથી સુંદર રાજકુમારી વેચી રહી બ્રા-ઇનરવિયર, આ છે કારણ


કિશોરને પબજીની લાગી લત
તપાસ દરમિયાન કિશોરના (Teenager) પિતાએ જણાવ્યું કે, તેમના પુત્રને છેલ્લા કેટલાક સમયથી પબજી ગેમ (PUBG Game) રમવાની લત લાગી હતી. તે મોબાઈલ ફોન પર આખો દિવસ પબજી ગેમ રમતો હતો. પબજી ગેમ રમવાના ચક્કરમાં કિશોરે તેની માતાના બેંક એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા PUBG ગેમ પાછળ ઉડાવી દીધા હતા. આ વિશે જાણ થતાં જ્યારે માતા-પિતાએ કિશોરને ઠપકો આપ્યો તો તે ઘર છોડીને જતો રહ્યો હતો.


આ પણ વાંચો:- Corona Vaccination મામલે ભારતે બનાવ્યો રેકોર્ડ, 1 દિવસમાં 1 કરોડથી વધુ વેક્સીનેશન


અંધેરી વિસ્તારમાંથી મળ્યો કિશોર
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘરથી ભાગેલો કિશોર (Teenager) ગુરુવાર બપોરે અંધેરીમાં (પૂર્વ) મહાકાળી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેને તેના માતા-પિતાને (Parents) સોંપવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube