વારાણસી : વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવે ચૂંટણી પંચે નોટિસ ઇશ્યું કરી છે. બીએસએફનાં બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવે પહેલા અપક્ષ ઉમેદવાર ફરીથી સપાના ચૂંટણી ચિન્હ પર ઉમેદવારી દાખલ કરી હતી. તેમાં એકમાં જણાવાયું હતું કે, તેમને ભ્રષ્ટાચારનાં કારણે સેનાનાં ફરજરિક્ત કરવામાં આવ્યા હતા પરંતુ બીજી ઉમેદવારીમાં તેમણે તેની માહિતી નહોતી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમે રાહુલની ઝાટકણી કાઢી, કહ્યું 'ખેદ' શબ્દ નહી ચાલે લેખીત 'માફી' માંગો

મંગળવારે ઉમેદવારીમાં તપાસ કરવામાં આવ્યા બાદ જિલ્લા ચૂંટણી કાર્યાલયે તેજબહાદુરને નોટિસ ઇશ્યું કરતા 1 મે સુધીનો જવાબ આપવાનો સમય માંગ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે જો તેજબહાદુર યાદવ પ્રમાણ નહી આપે તો તેમની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવશે. પંચની તરફથી ફટકારાયેલ નોટિસ અનુસાર તેજ બહાદુરે 24 એપ્રીલનાં રોજ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી દાખલ કરી હતી. તે સમયે તેમણે પોતાનાં શપથપત્રમાં જણાવ્યું હતું કે, હાં તેમને ભ્રષ્ટાચારના કારણે નોકરીમાંથી બર્ખાસ્ત કરવામાં આવ્યા છે. જો કે બીજા ઉમેદવારી પત્રમાં તેમણે તેની માહિતી નહોતી આપી. મંગળવારે ઉમેદવારી નોંધાવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી કાર્યાલય દ્વારા તેમને નોટિસ ઇશ્યું કરીને 1 મે સુધીમાં જવાબ આપવા જણાવાયું છે. જો તેજબહાદુર પ્રમાણપત્ર નહી આપે તો તેમની ઉમેદવારી રદ્દ થઇ શકે છે. 


40 ધારાસભ્યોવાળા નિવેદન મુદ્દે મમતા ભડક્યાં, ગણાવ્યા બેશરમ વડાપ્રધાન
BJP પર ભડાશ કાઢવામાં રાજે રાષ્ટ્રપતિ કોવિંદ પર છાંટા ઉડાડ્યાં: મર્યાદા ઓળંગી


નોટિસ અનુસાર તેજબહાદુર 24 એપ્રીલે અપક્ષ ઉમેદવારી તરીકે ઉમેદવારી નોંધાવીહ તી. તે સમયે તેમણે પોતાનાં શપથપત્રમાં જણાવ્યું હતું કે, હાં તેમને ભ્રષ્ટાચારનાં કારણે નોકરીમાંથી ફરજરિક્ત કરવામાં આવ્યા હતા. જો કે 29 એપ્રીલે બીજી ઉમેદવારી પત્રમાં સમયે તેજબહાદુરે આ કોલમમાં નહી લખ્યું છે. જેનો અર્થ છે તેમને ભ્રષ્ટાચારના કારણે નોકરીમાંથી નથી કાઢવામાં આવ્યા. 


આચાર સંહિતા ઉલ્લંઘન: PM મોદી, શાહ પર આરોપ લગાવનાર અરજી પર ECને નોટિસ

બંન્ને ઉમેદવારી પત્રોમાં રહેલા તફાવતને ધ્યાને રાખી તેજબહાદુરને જવાબ રજુ કરવા તથા સંબંધિત પ્રમાણપત્ર રજુ કરવા જણાવવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર તેજબહાદુરને 1 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધી જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફીસે રજુ કરવું પડશે.