પટના : RJD સુપ્રીમો લાલુ યાદવે પોતાનાં મોટા પુત્ર તેજ પ્રતાપ માટે દુલ્હન શોધી લીધી છે. તેજ પ્રતાપનાં લગ્ન પરસાનાં આરજેડી ધારાસભ્ય અને બિહારનાં પુર્વ મંત્રી ચંદ્રીકા રાયની પુત્રી સાથે થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રિકા રાય બિહારનાં પુર્વ મુખ્યમંત્રી દરોગારાયનાં પુત્ર છે. ચંદ્રીકા રાય બિહારનાં પુર્વ મુખ્યમંત્રી દરોગા રાયનાં પુત્ર હોવા ઉપરાંત આરજેડી ધારાસભ્ય પણ છે. સારણનાં પરસા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય છે. તેનાં પિતા બિહારનાં 10માં મુખ્યમંત્રી હતા. 16 ફેબ્રુઆરી 1970 સુધી તેઓ બિહારનાં મુખ્યમંત્રી રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાનાં લગ્ન મુદ્દે તેજ પ્રતાપ અવાર નવાર માધ્યમોમાં ચમકતા રહ્યા છે. સુશીલ મોદીનાં પુત્રનાં લગ્નમાં જ્યારે પુછવામાં આવ્યું કે, તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો ત્યારે તેણે કહ્યુ હતું કે પોતાનાં માટે વહુ શોધવાનું કામ તેમણે સુશીલ મોદીને સોંપ્યું છે. તેણે કહ્યું કે, પુત્ર માટે વહુ શોધવાનું કામ હંમેશા વડીલનું હોય છે માટે તે આ કામ સુશીલ મોદીને સોંપે છે.


જો કે સુશીલ મોદીએ પણ શરતનો સ્વિકાર કર્યો પરંતુ સામે ત્રણ શરતો પણ મુકી હતી. પહેલી શરત તે પોતાનાં લગ્નમાં દહેજ નહી લે, બીજી શરત તે પોતાનાં અંગદાન કરવાનો સંકલ્પ કરે અને ત્રીજી શરત કે ભવિષ્યમાં કોઇનાં પણ વિવાહમાં તોડફોડ કરવાની ધમકી નહી આપે.