નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુલાયમ સિંહ યાદવના પરિવાર બાદ હવે બિહારના લાલૂ યાદવ પરિવારમાં અણબનાવના સમાચાર સતત આવી રહ્યાં છે. લાલૂ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે પરિવારમાં ટકરાવના સંકેત આપ્યા છે. આ ટકરાવ બિહારની રાજનીતિમાં થઈ રહેલી તેજપ્રતાપની ઉપેક્ષાનું કારણ છે. હાલના મામલામાં તેજપ્રતાપે પોતાના ફેસબુક પેજ પર પોતાની માતા રાબડી દેવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેજપ્રતાપે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે પાર્ટીમાં તેના વિરોધિઓની બોલબાલા છે અને આ વિરોધીઓ તેની છબી ખરાબ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે લખ્યું કે, આજ સ્થિતિ રહેશે તો તે રાજનીતિ છોડી દેશે. આ પોસ્ટ તેણે છોડા સમય બાદ પેજ પરથી હટાવી લીધી હતી. પરંતુ આ પોસ્ટમાં લખેલ એક-એક શબ્દમાં તેજપ્રતાપ તેના પરિવારને કઠઘરામાં ઉભા રાખતો દેખાય છે. બીજીતરફ રાજનીતિના જાણકાર આને લાલૂ પરિવારના વિઘટનની શરૂઆત ગણાવી રહ્યાં છે. 


આ પહેલા પણ તેજપ્રતાપ રાજનીતિ છોડીને સંન્યાસ લેવાની વાત કરી ચૂક્યો છે. તેણે ઘણીવાર આરોપ લગાવ્યા કે પાર્ટીની અંદર તેની ઉપેક્ષા કરવામાં આવે છે, તેની વાત સાંભળવામાં આવતી નથી. તેના વિરોધીઓને પાર્ટીમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. 



હાલના ઘટનાક્રમમાં તેજ પ્રતાપે ફેસબુક પોસ્ટ લખીને પોતાના મનની પીડા વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે, તે પાર્ટી અને ઘર બંન્નેમાં ઉપેક્ષાને કારણે સતત તણાવમાં છે. તેણે લખ્યું કે ઓમ પ્રકાશ યાદવ ઉર્ફે ભુટ્ટુ અને એમએલસી સુબોધ રાય તેના વિશે ખોટી અફવા ફેલાવીને તેની છબીને નુકસાન પહોંચાડી રહ્યાં છે. 


તેજ પ્રતારે લખ્યું, હું મારા વિધાનસભા ક્ષેત્ર મહુઆમાં ટી-પાર્ટીના માધ્યમથી કાર્યકર્તાઓની સમસ્યા સાંભળીને તેનું નિરાકરણ કરવા માટે ગયો હતો. ત્યાં માત્ર એક સમસ્યા હતી અને તે હતી, ઓમ પ્રકાશ યાદવ ઉર્ફે ભુટ્ટુ અને એમએલસી સુબોધ રોયની ફરિયાદ. 


તેણે લખ્યું કે, અહીંના લોકોએ જણાવ્યું કે, આ બંન્ને નેતા મને પાગલ, સનકી અને જોરૂના ગુલામ સુધી કહે છે. પોસ્ટમાં તેણે લખ્યું કે, આ નેતાઓએ તેને માત્ર નામનો ધારાસભ્ય ગણાવ્યો છે.