નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીયમંત્રી અને દિવંગત એલજેપી નેતા રામ વિલાસ પાસવાનો બંગલો ખાલી કરાવ્યા બાદ બિહારમાં રાજનીતિમાં ચરમસીમાએ પહોંચતા વિવાદ વધી રહ્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે પાસવાન પરિવાર તરફથી બીજેપી પર નિશાન સાંધ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અગ્રણી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા તેજસ્વીએ જણાવ્યું છે કે, દિવંગત એલજેપીના સંસ્થાપક રામ વિલાસ પાસવાન છેલ્લે સુધી બીજેપીની સાથે ઉભા રહ્યા. ચિરાગ કહે છે કે તેઓ હનુમાન છે પરંતુ અહીં તો હનુમાનના ઘરમાં જ આગ લગાડવામાં આવી હતી. આ બીજેપીનો સાથ આપવાનું પરિણામ છે.


તેજસ્વી યાદવનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ચિરાગ પાસવાનને પોતાના દિવંગત પિતાને  ફાળવવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરાવી દીધો છે. વાસ્તવમાં રામવિલાસ પાસવાનના નિધન બાદથી તેમના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાન 12 જનપથ સ્થિત બંગલામાં રહેતા હતા અને સરકારે 2 દિવસ પહેલા જે રીતે આ બંગલો ખાલી કરાવ્યો હતો તેનાથી ચિરાગ પાસવાન નારાજ છે, એટલું જ નહીં બિહારના લોકો ઘણા રાજકીય પક્ષો પણ તેમના સમર્થનમાં ઉભા છે.


બંગલો ખાલી કરાવવા માટે રસ્તા પર ફેંકી પાસવાનની પ્રતિમા
12 જનપથ બંગલો ખાલી કરાવ્યા બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાતું હતું કે બંગલો ખાલી કરાવતી વખતે બી આર આંબેડકરની પ્રતિમા અને રામવિલાસ પાસવાનની તસવીરને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. સંવિધાન નિર્માતા આંબેડકર અને રામવિલાસ પાસવાનની મૂર્તિને રસ્તા પર ફેંકી દેવાનો પણ તેજસ્વી યાદવે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ દલિતોનું અપમાન છે.


તેજસ્વી યાદવે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું હતું, 'તાઉમ્ર વંચિતોના પરોપકારી અને પૈરોકાર રહેલા સ્વ. રામ વિલાસ પાસવાનના દિલ્હી નિવાસસ્થાન ખાલી કરાવવા ગયેલી સરકારની ટીમે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને પદ્મ ભૂષણ પાસવાનની તસ્વીર રોડ પર ફેંકીને બંધારણ અને દલિત લોકોનું અપમાન કરવાનું કૃત્ય કર્યું છે.



માંઝીએ પીએમ મોદીને કરી અપીલ
બીજી તરફ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન યુવા મોરચાના પ્રમુખ જીતનરામ માંઝીએ 12 જનપથ બંગલા ખાતે આંબેડકરની પ્રતિમા અને પાસવાનની તસ્વીર સાથેના અપમાન અંગે જણાવ્યું હતું કે જો આંબેડકરની જગ્યાએ જો કોઈ ધાર્મિક પુસ્તકને રસ્તા પર આ રીતે ફેંકીને અપમાનિત કરવામાં આવે તો ના જાણે અત્યાર સુધીમાં કેટલા શહેરોમાં રમખાણો થઈ ગયા હોત. માંઝીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પાસે માંગણી કરી છે કે આંબેડકરની પ્રતિમાને અપમાનિત કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.