નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)માં વિરોધી સુરો નિકળવા લાગ્યા છે. પાર્ટી નેતા મહેશ યાદવે કહ્યું કે, લાલુ યાદવનાં પુત્ર તેજસ્વી યાદવને શરમજનક પરાજયની જવાબદારી લેતા નેતા પ્રતિપક્ષ પરથી રાજીનામું આપવું જોઇએ. યાદવે કહ્યું કે, લોકો હવે વંશવાદ રાજનીતિથી પરેશાન થઇ ચુક્યા છે. હું નામ નહી લઉ પરંતુ એવા અનેક વિધાયકો છે, જે હવે ગુંગળામણ અનુભવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાઓની મોસમ: 13 મોટા માથાઓની રજુઆત

યાદવે કહ્યુ કે, જો કોઇ રાજનેતા એક પાર્ટીમાં એક જ સ્થાન પર રહેવા દરમિયાન સાચુ ન બોલે તો તેઓ નેતા અને પાર્ટી ખતમ થઇ જાય છે. જ્યારે લાલુ યાદવે રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા, જ્યારે પણ મે તેને ખોટુ પગલું જણાવ્યું હતું. મે કહ્યું હતું કે તેના કારણે પાર્ટીને નુકસાન થશે. ગત્ત થોડા સમયમાં વિધાનસભાઓમાં પાર્ટી 22 સીટો સુધી સમેટાઇ ચુકી છે. લોકસભામાં માત્ર 4 સીટો બચી છે. 


પઠાણકોટ રેલવે સ્ટેશન પર ISIની નજર, બ્લાસ્ટ કરવાનો હતો પ્લાનિંગ: સૂત્ર
રામ મંદિરનું કામ કરવાનું છે અને તે થઇને રહશે: RSS પ્રમુખ મોહન ભાગવત
યાદવે કહ્યું કે, જ્યારે નીતીશ કુમાર સાથે ગઠબંધન થયું હતું, ત્યારે તેમને સત્તા પરત મળી ગઇ. જો કે તેઓ ભાઇ-ભત્રીજાવાદથી એટલા પ્રભાવિત છે કે બંન્ને પુત્રોને મંત્રી બનાવી દેવામાં આવ્યા. આરજેડી નેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જનતાએ વંશવાદ રાજનીતિને નકારી છે. તેજસ્વી યાદવે રાજનામું આપવું જોઇએ. નીતીશ કુમાર સારા નેતા છે. હું આરજેડી નહી છોડુ પરંતુ આરજેડીમાં વંશવાદની રાજનીતિનો અંદ નહી થાય તો મારા જેવા અનેક નેતાઓ નિષ્ક્રિય જરૂર થઇ જશે.