Tejashwi Yadav PM Modi: તેજસ્વી યાદવે માની લીધી પીએમ મોદીની સલાહ, ઉત્સાહથી કરી રહ્યાં છે આ કામ
આરજેડી નેતા તેજસ્વી યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તેજસ્વી યાદવ જીપને ધક્કો મારી રહ્યાં છે.
નવી દિલ્હી/પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ તેજસ્વી યાદવને વજન ઘટાડવાની સલાહ આપી હતી. બિહાર વિધાનસભા શતાબ્દી સમારોહના સમાપન પર પટનામાં પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવના પુત્રને આ સલાહ આપી હતી. પીએમ મોદીએ તેજસ્વી યાદવને જોઈને કહ્યુ કે થોડુ વજન ઓછુ કરો. હવે લાગે છે કે તેજસ્વીએ પણ પીએમ મોદીની આ સલાહ માની લીધી છે.
વાયરલ થઈ રહ્યો છે તેજસ્વી યાદવનો વીડિયો
આરજેડી નેતા તેજસ્વી યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેજસ્વી યાદવ જીપને ધક્કો મારી રહ્યાં છે. આ વીડિયોને આરજેડીએ ટ્વીટ કર્યો છે. પાર્ટીએ લખ્યું- 'ઉસે ગુમાં હૈ કિ હમારી ઉડાન કુછ કમ હૈ, હમેં યકીં હૈ કિ યે આસમાન કુછ કમ હૈ.'
કોંગ્રેસના ચાર સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ, લોકસભામાં કર્યું હતું પ્રદર્શન
શું કહ્યું હતું પીએમ મોદીએ?
બિહાર વિધાનસભાના શતાબ્દી સમારોહના અંતિમ દિવસે પટના પહોંચેલા પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની સમાપ્તિ પર તેજસ્વી યાદવ તરફ જોઈ પીએમ મોદીએ પહેલા પિતા લાલૂ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પછી કહ્યુ કે, તમારૂ વજન થોડુ ઓછુ કરો. પીએમ મોદીની તેજસ્વી યાદવને આપવામાં આવેલી સલાહ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube