BJP સાંસદ Tejasvi Surya એ બીજા ધર્મોમાં કન્વર્ટ થયેલા લોકોની ઘર વાપસીની વકીલાત કરી, કહ્યું- `વાર્ષિક ટાર્ગેટ નક્કી થાય`
બેંગલુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ બીજા ધર્મમાં કન્વર્ટ થયેલા હિન્દુઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેની હાલ ખુબ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે તેજસ્વી સૂર્યાએ મુસલમાનો અને ખ્રિસ્તિઓને હિન્દુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાનું આહ્વાન કર્યું છે.
નવી દિલ્હી: બેંગલુરુથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ બીજા ધર્મમાં કન્વર્ટ થયેલા હિન્દુઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેની હાલ ખુબ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે તેજસ્વી સૂર્યાએ મુસલમાનો અને ખ્રિસ્તિઓને હિન્દુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાનું આહ્વાન કર્યું છે.
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
ઉડુપીના શ્રીકૃષ્ણ મઠમાં 25 ડિસેમ્બરના રોજ તેજસ્વી સૂર્યા દ્વારા અપાયેલા ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેજસ્વી સૂર્યાએ કહ્યું કે ધમકી કે લાલચ આપીને, હિન્દુઓને તેમના મૂળ ધર્મમાંથી કાઢી નખાયા છે. આ વિસંગતિને દૂર કરવા માટે ફક્ત એક જ સંભવિત સમાધાન છે અને તે છે આવા લોકોની હિન્દુ ધર્મમાં વાપસી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube