પટનાઃ આરજેડી અસમ વિધાનસભા ચૂંટણીમાં (Assam Assembly elections) પોતાની પાર્ટીના ઉમેદવાર ઉતારશે. આરજેડી નેતા તેજસ્વી યાદવ (Tejasvi yadav) એ શનિવારે ખુદ આ વાતની જાહેરાત કરી છે. અસમ પ્રવાસ પર ગયેલા તેજસ્વીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે, અમારી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હતી અને અમે હવે વિસ્તાર કરવા ઈચ્છીએ છીએ. અસમ નોર્થ ઈસ્ટનો ગેટ-વે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસમ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવા અમારૂ દાયિત્વ
તેજસ્વીએ કહ્યુ કે, અસમમાં વિધાનસભા ચૂંટણી  (Assam Assembly elections) લડવાનો નિર્ણય કર્યો છે. અમે ગઠબંધન વિશે કોંગ્રેસ સાથે ચર્ચા કરી છે અને અજમલ સાહેબ સાથે પણ વાત કરીશું. તેમણે કહ્યું કે, આપણા બધાની જવાબદારી બને છે કે અસમ સાથે જોડાયેલા જે મુદ્દા છે, જે સમસ્યાઓ છે, જન આકાંક્ષાઓ છે, તે મુદ્દાની સાથે અમે પણ જનતાની સાથે છીએ. 


આ પણ વાંચોઃ Maharashtra Corona Update: કોરોના બેકાબૂ, આ શહેરમાં એક સપ્તાહ લંબાવાયું Lockdown


પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી
મહત્વનું છે કે આરજેડી અસમ અને પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારી છે. આ બાબતે અસમમાં બદરુદ્દીન અઝમલ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીની સાથે આરજેડી ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે પાર્ટીએ બે વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકી અને શ્યામ રજકને પ્રભારી બનાવ્યા છે. બન્ને નેતા સતત અસમ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આ વચ્ચે શુક્રવારે અસમ-બંગાળ પ્રવાસે ગયેલા બિહારમાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી અસમ વિધાનસભામાં ભાગ્ય અજમાવશે. '


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube