હૈદરાબાદ: તેલંગણાના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ત્યારબાદ ગોડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવતા ભૂંજાઈ જવાથી મોત નિપજ્યા છે. જેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતની સૂચના મળતા જ ઘટનાસ્થળે ફાયરની લગભગ 8 ગાડીઓ આગ બૂઝાવવા માટે પહોંચી ગઈ અને ભારે જદ્દોજહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો. એવું કહેવાય છે કે મૃતક મજૂરો બિહારના હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોડાઉનમાં સૂઈ રહ્યા હતા મજૂરો
પોલીસ અધિકારી મોહમ્મદ મુસ્તફાના જણાવ્યાં મુજબ આગ ભંગારના ગોડાઉનમાં લાગી હતી. જેમાં થોડો લાકડાનો પણ સામાન છે. તમામ મૃતકો ગોડાઉનમાં સૂઈ રહ્યા હતા અને અહીં કામ કરતા હતા. તેમણે જણાવ્યું કે આગ લાગવાના કારણની જાણકારી મળી નથી. ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી લગભગ 11 મજૂરોના મોત થયા હોવાની માહિતી છે. ઘાયલોને નજીકની  હોસ્પિટલ લઈ જવાયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube