તેલંગણામાં પિતાની સામે 18 વર્ષની પુત્રીનું અપહરણ, CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના
Kidnapping Case: તેલંગણામાં એક 18 વર્ષની યુવતીનું તેના પિતાની સામે અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ મામલે એક નવી જાણકારી આપી છે.
હૈદરાબાદઃ તેલંગણામાં એક અપહરણની ઘટના સામે આવી છે, જેમાં પિતાની સામે તેની પુત્રીને કિડનેપ કરી લેવામાં આવે છે. આ મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ઘટના તેલંગણાના રાજન્ના સિરસીલા જિલ્લાના એક ગામમાં સવારે પાંચ કલાકની છે જ્યારે યુવતી પોતાના પિતાની સાથે મંદિરથી પરત પોતાના ઘરે જઈ રહી હતી.
આ મામલામાં પોલીસે કેસ દાખલ કરી દીધો છે. મંદિરથી પરત ફરવા સમયે 18 વર્ષની યુવતીને 4 લોકોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધી અને તેના પિતા પાછળથી ભાગતા આવ્યા હતા. CCTV માં જોવા મળી રહ્યું છે કે ચાર લોકો એક કારથી આવ્યા. બે લોકો બહાર નિકળ્યા અને એકે યુવતીને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી. બીજો પુરૂષ યુવતીના પિતાને પકડે છે. ત્યારબાદ બંને આરોપી કારમાં બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે. યુવતીના પિતા કારની પાછળ ભાગે છે, પરંતુ અપહરણકર્તાઓ ફરાર થઈ જાય છે.
Aadhaar Card ધારકોને દર મહિને મળશે 3 હજાર રૂપિયા, જાણો વાયરલ મેસેજનું સત્ય
ગામના યુવક પર પોલીસને શંકા
નોંધનીય છે કે પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી તો તેમને જાણકારી મળી કે 18 વર્ષની યુવતી થોડા સમય પહેલા પોતાના પ્રેમી સાથે ઘરેથી ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ હવે પ્રેમી પર અપહરણની શંકા વ્યક્ત કરી રહી છે, પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ નથી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલાને ઉકેલવા માટે ટીમોની પણ રચના કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube