હૈદરાબાદઃ કોરોના (Coronavirus) ના ઘટી રહેલા કેસો વચ્ચે હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. ધીમે-ધીમે રાજ્ય સરકારો પ્રતિબંધોમાં ઢીલ આપી રહી છે. આ ક્રમમાં દક્ષિણ ભારતના રાજ્ય તેલંગણામાં લૉકડાઉન (Telangana Lockdown) સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. કોરોનાના કેસ ઘટતા લોકોને રાહત આપવાનો નિર્ણય રાજ્ય કેબિનેટે કર્યો છે. 


કેન્દ્રએ આપી ચેતવણી
આ વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી ચેતવણી આપવામાં આવી છે કે કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થયા બાદ અનલૉક હેઠળ ધીમે-ધીમે બજાર અને અન્ય ગતિવિધિઓ ખોલવામાં આવી રહી છે, પરંતુ કોઈ પ્રકારની બેદરકારી દાખવવામાં ન આવે જેથી કોરોના સંક્રમણ ફરી વધવા લાગે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube